પંચમહાલ જીલ્લામાં વહેલી સવારે કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા પાછલા દિવસથી પડતી ભારે ગરમી પડતી હતી. ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. ઘરની બહાર બાંધેલા ઢોરના પશુપાલકોમાં ભારે દોડધામ મચી ગઈ ગઈ હતી. ત્યારે બાજરીનો પાક પણ આડો પડી ગયો હતો. વરસાદની સાથે પવનનુ પણ ભારે જોર જોવા મળ્યુ હતુ જેના કારણે વૃક્ષની ડાળીઓ તૂટી પડી હતી.
ગોધરા તાલુકામા પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરા તાલુકાના લાભી ગામે લીમડાના વૃક્ષની ડાળી વીજલાઈન પર પડતા તારની સાથે વીજ થાંભલો જમીન પર પડી ગયો હતો, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોને એમજીવીસીએલને જાણ કરીને વીજપુરવઠો બંધ કરાવ્યો હતો. અન્ય તાલુકામા પણ વરસાદ પડ્યો હોવાના ખબર છે જોકે આઠ વાગ્યા પછી તાપ જોવા મળ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement