Proud of Gujarat
FeaturedGujaratINDIA

આરોગ્ય સાથે ચેડા : કોરોનાનાં કપરા કાળમાં ગોધરા સહિત જિલ્લામાંથી છ બોગસ ડોકટર ઝડપાયા, ડીગ્રી વગર કરતા હતા લોકોની સારવાર, પોલીસે કરી ધરપકડ.

Share

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપથીક દવાઓ આપી જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ડોક્ટરો અંગેની માહિતી જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલએ ગોધરા એસઓજી શાખાના પીઆઈ એમ પી પંડયાને સૂચના આપી હતી જે સુચના અનુસાર એસઓજી પોલીસે આજરોજ ગોધરા સહિત જિલ્લામાંથી છ જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકો સંક્રમણ થયા બાદ રાહત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને ગોધરા SOG પોલીસે ઝડપી પાડી ક્લિનિકમાં રહેલ ઈન્જેકશન, બાટલા, અલગ અલગ એન્ટિબાયટીક દવાઓ સહિત રૂપિયા 4.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગોધરા SOG PI એમ પી પંડ્યાના જણાવ્યા મુજબ કોરોનાના કપરા કાળ દરમિયાન છેવાડાના વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેલ્લા કેટલાય વર્ષોથી ગોધરા સહિત જિલ્લામાં ક્લિનિક ખોલી બોગસ ડોકટર ક્લિનિક ચલાવતા હોવાનો ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે રેડ કરી ક્લિનિક પરથી 6 જેટલા બોગસ ડોકટર પૈકી (1) કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલ એરાલ ગામ બજાર ફળીયામા દવાખાનુ ચલાવનાર અને પશ્ચિમ બંગાળનો વતની ડમી ડૉકટર ઉજજવલ નિર્મલન્દુ હલદર રહે.એરાલ તા.કાલોલ જી.પંચમહાલ (૨) કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનની હદમા નિશાળ ફળીયામાં તપાસ કરતા દવાખાનુ ચલાવનાર ડમી ડૉકટર સરનંદુ શુકલાલ હલદર રહે.એરાલ નિશાળ ફળીયું તા.કાલોલ જી.પંચમહાલ મુળ રહે. હેમાનીયા પોતા તા.ગાગનાપુર જી.નોદીયા પશ્ચિમ બંગાળ (૩) હાલોલ તાલુકાના શિવરાજપૂર ચોડા ફળીયામા તપાસ કરતા દવાખાનું ચલાવનાર ડમી ડૉકટર ગીરીશભાઈ પ્રમોદભાઇ પટેલ ઉ.વ.૫૯ રહે.ચોડા ફળીયુ શીવરાજપુર તા.હાલોલ (૪) ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેપ્સુલ ફેકટરી પાસે મણકી કોમ્પલેક્ષમાં દવાખાનું ચલાવનાર બે ડમી ડૉકટર (૧) સુફીયાન મેહબુબભાઇ વાઢેલ રહે.મેંદા પ્લોટ ગોધરા જી.પંચમહાલ (૨) ઓવેશ ઇલ્યાસભાઇ સદામસ રહે.જહરપુરા પોસ્ટ ઓફીસની સામે ગોધરા (૫) ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીમ મસ્જિદ પાસે સિગ્નલ ફળીયામાં દવાખાનું ચલાવનાર ડમી ડૉકટર સાદીક મોહમંદ સઇદ મલા રહે.મીમ મસ્જિદ પાસે ગોધરાના કોઇ પણ જાતની ડીગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતા હતા જેઓની પાસે ઈન્જેકશન, બાટલા, અલગ અલગ એન્ટિબાયટીક દવાઓ મળી કુલ 4.12 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજપીપળા ખાતે ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ ૭૦ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ.

ProudOfGujarat

ઝાડેશ્વરના રહીશ અને વર્ષીથી પથારીવસ રહેલા પિતાના મૃતદેહને દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી

ProudOfGujarat

सिंग इज किंग के 12 साल : प्रशंसक विपुल शाह-अक्षय कुमार को फिर से एकसाथ देखने के लिए हैं बेताब!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!