પંચમહાલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા કિસાન સુર્યોદય યોજના હેઠળ પંચમહાલ જીલ્લાના બાકી રહેલા ફિડરો પર ખેડુતોને દિવસે વીજળી આપવા માટે ગુજરાત રાજયના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે.
લેખિત રજુઆતમાં તેમણે જણાવ્યુ છે કે રાજય સરકાર દ્વારા ખેતીવાડીનુ વીજ કનેકશન મળી રહે તે માટે સુર્યોદય યોજના અમલમાં મુકવામા આવી છે જે આવકાર દાયક છે. પંચમહાલ જીલ્લાના ૪૫૦ રેવન્યુ ગામોમાથી ૧૧૮ ગામોના લોકોનો સમાવેશ થાય છે. જેમા ગોધરા તાલુકાના ૪૧ ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ૨ એકર જમીન ધરાવતા ખેડુતો છે. અંતરિયાળ અને આદિસાવી વસ્તી ધરાવતા વિસ્તાર છે. આ પથરાળ જમીનમાં માત્ર બે કલાક સુધી પાણી મળે છે. હાલમાં પંચમહાલ જીલ્લામાં નાના વીજ કનેકશન ધરાવતા ફિડરો ઉપર આ યોજના અમલમાં મુકવામા આવી છે. આ ફિડરો પર ઓછા કનેકશન છે. જેથી પસંદગી કરવામા આવેલા છે તેની પણ રજુઆત કરવામા આવી છે. જરૂરિયાતવાળા ફિડરો પર કાર્યવાહી કરવામા આવી નથી જેથી ખેડુતોમાં રોષની લાગણી છે. આ યોજના ખેડુતો માટે ફાયદાકારક હોવાના કારણે પંચમહાલ જીલ્લાના તમામ ફિડરો ઉપર કિસાન સુર્યોદય યોજનાનો લાભ મળે તેવુ આયોજન કરવામા આવે તેવી અમારી માંગ છે.
પંચમહાલ રાજુ સોલંકી