કોરોના વૈશ્વિક મહામારીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યા છે. દેશમાં કોરોના અંકુશમાં આવે સામાન્ય જનમાનસ સારી રીતે રહી શકે, કોરોના વિશ્વમાંથી નાબુદ થાય તે માટે વિશ્વના અનેક દેશોમાં સમગ્ર ભારત દેશના તમામ રાજ્યો અને તમામ જિલ્લાઓમાં અને ગાયત્રી પરિવાર શાખાઓમાં કોરોના નાબૂદી અંતર્ગત મહામારીને નાથવાના એક ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ ગાયત્રી પરિજનોના સહકારથી 500 ઘરમા કોરોના નાબુદી થાય તે માટે ગાયત્રી યજ્ઞ કરવામા આવ્યો.
ગોધરા શહેરમાં સો કરતાં વધુ ઘરોમાં યજ્ઞો સંપન્ન થયા છે. કોરોના નાબૂદી એક ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા ખૂબ જ સુંદર અને સામાજિક રચનાત્મક રાષ્ટ્રીય સરાહનીય કાર્ય રાષ્ટ્ર માટે બન્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યુ છે. પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન સંયોજક વજેસિંહ ભાઈ બારીયા તથા તાલુકા સંયોજક શિવનદાસ કલવાણી, કાશીભાઈ પટેલ, ઈન્દુભાઈ પરમાર લાયન્સ ક્લબ પૂર્વ પ્રમુખ ઇન્દ્રવદન પરમાર ગિરીશભાઈ પટેલ, ગુણવંતભાઈ વરિયા, સુભાષભાઈ ડાયાભાઈ અમીન, મનુભાઈ અમીન, અનિલભાઈ ભાવસાર,તરુણભાઈ શર્મા, દીપુ ભાઈ રાજાઈ, ભીખાભાઇ પટેલ ),મણીભાઈ પરમાર, ચીમનભાઈ પ્રજાપતિ,ભરતભાઇ જોશી, અનિલાબેન પટેલ,તથા વિદેશમાં ઓમાન બાબુભાઈ સાંખલા મંજુબેન સાકલા સાહેબ જિલ્લાના અને પરિજનો આજે રાષ્ટ્રીય કાર્યક્રમમાં પોતાની નૈતિક ભાગીદારી નોંધાવી રાષ્ટ્ર માટે કોરોના વાયરસની નાબૂદી માટે સ્વખર્ચે વાતાવરણ સુધી માટે યોગદાન આપ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં કોરોના નાબૂદી માટે 500 થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞોનુ આયોજન કરવામાં આવ્યુ.
Advertisement