૧૨ મેનો દિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે ત્યારે હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા કોરોનાના કપરાકાળમાં ફરજ નિભાવી રહી છે. હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે તેમની કામગીરી કાબીલેદાદ છે.
હાલમા પંચમહાલ જિલ્લામાં વાત કરવામા આવે તો અહી પણ કોરોનાના કેસો નોધાયા છે. કુલ નોધાયેલો આંક ૬૦૦૦ ની ઉપર જતો રહ્યો છે. ત્યારે આવા સમયમાં ગોધરા સિવીલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ કોવિડ સેન્ટર-અને નર્સિગ કોલેજમાં બનાવેલ કોવિડ સેન્ટરમાં પણ નર્સો આજે ખડેપગે ફરજ બજાવે છે. તેઓ રાતદિવસ કોવિડ દર્દીઓની સેવા કરે છે. કોવિડ દર્દીઓ પણ તેમનો આભાર માને છે. હાલમાં પરિવારજનોથી કોવિડના દર્દીઓ દૂર છે ત્યારે નર્સો જ પરિવારજનો સાબિત થઇ રહી છે. દર્દીઓને દવાઓથી માંડીને બાટલા ચઢાવવા સહિતની સેવાઓ નર્સ કરી રહી છે. વધારે પીડીત દર્દીઓને પોતાના હાથે નર્સો જમાડે છે. કયારેક પોતે સંક્રમિત થાય સારવાર મળતા સારી થાય પછી જાતે ફરજ પર હાજર થઈ જાય છે અને દર્દીઓની સેવા કરે છે. આજના આ દિવસે સૌ નર્સોને સો-સો સલામ છે.
પંચમહાલ રાજુ સોલંકી