સમગ્ર ભારતદેશ સહિત ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાઈરસની બીજી વેવ તબાહી મચાવી રહી છે. બીજી વેવમાં શહેરોથી લઈ નાના-નાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ગામડાઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
મારુ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત ગોધરા અને શહેરાના ધારાસભ્ય સી.કે રાઉલજી અને જેઠાભાઈ ભરવાડ આજરોજ રેફરલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર – કાકણપુર અને કરસાણા તેમજ ટીંબા રોડ(ગોઠડા) ખાતે આવેલ PHC કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.
સાથે સાથે ગામોના સરપંચો સાથે મુલાકાત કરી કોરોના સંક્રમણને ‘અટકાવવાના પ્રયાસો પર વિચાર વિમર્શ કરવામાં આવી હતી. આ સાથે જ લોકોને માસ્ક પહેરવા અને કોરોનાના નિયમોનું પાલન કરવા તેમને બિનજરૂરી બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી હતી. મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત કોઈ ગામડુ રસીકરણમાં બાકી ના રહી જાય, તેનું ધ્યાન ગ્રામ પંચાયત રાખે. કોરોના સામેની જંગમાં મોટા શહેરો સાથે-સાથે નાના-નાના ગામડાઓમાં રહેલા નાગરિકો જાગૃત થાય અને સાવચેતીના પગલા ભરે તેવા ઉદ્દેશ્ય સાથે રેફરલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ PHC કોવિડ સેન્ટરની મુલાકાત ગોધરા અને શહેરાના ધારાસભ્ય સી.કે રાઉલજી અને જેઠાભાઈ ભરવાડ લીધી હતી.
પંચમહાલ : ગોધરા અને શહેરાનાં ધારાસભ્યએ ગ્રામીણ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી.
Advertisement