આજે સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે દિન પ્રતિદિન કોરોના દર્દીઓ અને કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. દરેક રાજ્ય અને જિલ્લાઓમાં કોરોનાની બીજી લહેરે લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે રોજે રોજ કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ, ઈન્જેક્શન, બેડ, ઓક્સિજન, વગેરે જેવી સવલતો માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના શિવસેના પ્રમુખે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી ગુજરાતના રાજ્યપાલને લેખિત રજૂઆત કરી હતી.
પંચમહાલ જિલ્લાના શિવસેનાના પ્રમુખ લાલાભાઈ ગઢવીએ ગુજરાતના રાજ્યપાલને ઈમેલ, ટપાલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે કોવિડ-19 અને કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ ગુજરાત રાજ્ય સહિત જિલ્લાઓની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ગુજરાતભરમાં કોરોના દર્દીઓની હાલત કફોડી સ્થિતિમાં જોવા મળી રહી છે જ્યાં જોઉં ત્યાં દર્દીઓ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, બેડ ઓક્સિજન વગર દમ તોડી રહ્યા છે. ગુજરાતભરમાં મોટા મોટા શહેરોમાં આવેલા સ્મશાનમાં મૃતદેહોના વેઇટિંગ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, ગુજરાતની પ્રજા ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, વગેરે જેવી સુવિધાઓથી વંચિત છે ખાલી કાગળ ઉપર વિકાસની કામગીરીની વાતો કરવામાં આવે છે ત્યારે ગુજરાતની પ્રજાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે સાથે સાથે કોરોના મૃત્યુઆંક અને દર્દીઓની સંખ્યાઓથી હોસ્પિટલોમાં હાઉસફૂલ જોવા મળી રહ્યું છે જેથી ગુજરાતની પ્રજાના બચાવ માટે તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી પંચમહાલ જિલ્લાના શિવસેનાના પ્રમુખ લાલાભાઈ ગઢવીએ ગુજરાતના રાજ્યપાલને ઈમેલ, ટપાલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી