ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે પંચમહાલમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તાવ, શરદી, ખાંસીના કેસો વધી રહ્યા છે. વધુમાં લગ્નગાળો ચાલતો હોવાથી દુકાનોમાં પણ ભીડભાડ રહેતી હોય છે તેના કારણે કોરોનાનુ સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. કોરોનાની વધતી ચેઈન તોડવા માટે આખરે વેપારીઓ અને તંત્રના અધિકારીઓની મીંટીગનુ આયોજન શહેરા સેવા સદન કચેરી ખાતે કરવામાં આવ્યુ હતું. શહેરા વેપારી એસોસિયન અને તંત્ર દ્વારા યોજાયેલી ૩ દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ નિર્ણય વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમા બુધવાર, ગુરૂવાર અને શુક્રવારના રોજ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ શહેરામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને શનિવારથી સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. મિંટીગમાં મામલતદાર, પોલીસ સ્ટેશનના પીઆઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. વધુમા નગરજનોને પણ આ નિર્ણયને આવકાર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી