વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)
પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે.ઉનાળો જાણે આકરો બન્યો હોય તેમ અગનગોળા વરસાવી રહયો છે.શહેરી વિસ્તારમાં લોકો ગરમીથી બચવા કુલર,પંખા,એસીનો આસરો લેતા હોય છે.પંચમહાલ પંથકમાં ગરમીની પણ અસર જોવા મળી રહી છે.શહેરી વિસ્તારોમાં પાકા મકાનો છે.હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાકા મકાનો બનવા લાગ્યા છે.પણ આજે ઘણી જગ્યાએ દેશી મકાનો જે માટીના બનેલા હોય છે.જેની ઉપર દેશી નળિયા નાખવામા આવે છે.આ મકાનોની બનાવટ પણ વિચાર માંગી લે તેવી છે.જેના કારણે આવા મકાનોમાં ઠંડક રહેતી હોય છે.અને જાણે એ.સી.જેવી અનુભુતિ થતી હોય છે.આજે કાચા મકાનો આજે પણ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં હયાત છે.બાપદાદાની પેઢીના અમૂલ્ય વારસા ગણાતા આવા જુના દેશી માટીના મકાનોને આજે પણ સાચવી રાખવામા આવ્યા છે.કોઈ પણ ૠતુહોય શિયાળામાં ઠંડી,ઉનાળામાં ગરમી,ચોમાસામાં વરસાદની છાંટ ઝમવાની પણ શક્યતા રહેતી નથી.આવા મકાનોને એક વાર માટીના છાણથી દિવાળીના તહેવારમાં લીપવામા આવે છે.જેથી મકાન જુનુ લાગતુ નથી અને આ મકાનના બનાવટ કરવામા આવે તો ગોરાળુ માટી
સફેદ નાના પથ્થરો ભેળવામા આવે છે.અને માટીના થર મુકી દિવાલો બનાવામા આવે છે.તેને સુકવીને લાકડાના પાટડા મુકવામાં આવે છે.અને દેશી નળિયા મુકવામા આવે છે.ઉનાળામાં ગમે તેટલો તાપ પડે પણ ગરમી લાગતી નથી.જોકે હાલમા દેશી નળિયાવાળા મકાનો બનાવતા નથી.માટીના ઘર બનાવનારા કારીગરો હવે મળતા નથી.અને જે છે તેઓ વૃધ્ધ થઈ ગયા છે.હવે તો દેશી નળીયાની જગ્યાએ હવે વિલાયતી નળિયા આવી ગયા છે.હવે દેશી નળિયા બજારમાં મળતા નથી.
પંચમહાલ જિલ્લામાં આજે પણ કેટલાક પરિવારો આજે દેશી નળીયાવાળા મકાનમાં રહે છે.કેટલાક પરિવારએ આજે પણ પોતાના બાપદાદાઓના દેશી મકાનો સાચવી રાખ્યા છે.અને પોતાના પાકા મકાનો હોવા છતા જુના મકાનો તોડવા મુનાસિબ માનતા નથી.આજે પણ કેટલાક પરિવારો પોતાના સંતાનોના લગ્ન જેવા શુભ પ્રસંગો જુના ઘરમા ઉજવે છે.અને તેને યાદગીરી રુપે સાચવી રાખે છે.