પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રીયા થઇ હતી. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ સાંજના પાંચ કલાક સુધીમાં ૪૮૪૧૧ પુરુષો અને ૩૮૪૦૭ મહિલાઓ સહિત કુલ ૮૬૮૧૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન પ્રક્રીયા દરમિયાન એક કન્ટ્રોલ યુનિટ, એક બેલેટ યુનિટ અને એક વીવીપેટ ખોટકાઇ જતાં તેને તત્કાલ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્રએ એમ પણ જણાવ્યું કે, મોરવા હફડની પેટા ચૂંટણીમાં કોઇ પણ સ્થળે અનિચ્છીય બનાવ નોંધાયો નથી.
કોવિડ-૧૯ની મહામારી વચ્ચે સમગ્ર મતદાન પ્રક્રીયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાતા કલેક્ટર અમિત અરોરાએ તમામ ચૂંટણી કર્મીઓની જહેમતને બિરદાવી હતી. આ ઉપરાંત લોકશાહીના આ પર્વમાં સહભાગી થનારા તમામ નાગરિકો, રાજકીય પક્ષો, મીડિયાકર્મીઓ પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
હવે, આગામી તા. બીજી મે ના રોજ આ પેટાચૂંટણીની મતગણના સરકારી કોલેજ, મોરવા હડફ ખાતે હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી