Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન…

Share

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું. સવારમાં નવ વાગ્યા સુધીમાં ૧૧૦૩૪ પુરુષ અને ૬૯૦૩ મહિલાઓ સહિત ૧૭૯૩૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેની ટકાવારી ૮.૧૮ જેટલી થવા જાય છે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મતદારોમાં વહેલી સવારમાં જ મતદાન કરી નાંખવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારોએ લાઇનો લગાવી હતી. મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસવામાં આવતા હતા. જો તેમના શરીરનું તાપમાન સામાન્ય હોય તો જ તેમને મતદાન કેન્દ્ર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત, તેમને સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ પ્લાસ્ટિક મોજા પણ ઉ૫લબ્ધ કરાવવામાં આવ્યા હતા.

કોરોના સામે સુરક્ષિત કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરાવેલી વ્યવસ્થાથી મતદારો પ્રભાવિત થયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આ પેટા ચૂંટણી કરવામાં આવી છે. ઘણા મતદાન મથકો ઉપર મહિલાઓ અને યુવા મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે યુવા મતદારો ભારે ઉત્સુક હતા. કેટલાક યુવા મતદારોએ જિલ્લા ચૂંટણી દ્વારા આપવામાં આવેલી સમજ તો કેટલાક મતદારોએ ઇન્ટરનેટના માધ્યમથી કેવી રીતે ઇવીએમ દ્વારા મતદાન કરવું તેની સમજણ મેળવી હતી. જિલ્લા ચૂંટણી દ્વારા કોઇ મતદાર બાકી ન રહી જાય એવી વ્યવસ્થાના ભાગ રૂપે દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેર તથા વાહન સાથે સ્વયંસેવકોનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. કેટલાક મતદાન મથકો ઉપર આવા સ્વયં સેવકો દિવ્યાંગ મતદારોએ સહાયરૂપ બનતા જોવા મળ્યા હતા. જિલ્લા કક્ષાએથી કલેક્ટર અમિત અરોરા, એસપી લીના પાટીલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા સમગ્ર પ્રક્રીયા ઉપર સતત નજર રાખી રહ્યા છે.

– ડાંગરિયાના નરેશકુમાર બારિયા કહે છે કે લોકશાહીને મજબૂત કરવા મતદાન કરવું જરૂરી છે.

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મોરવા તાલુકાના ડાંગરિયા ગામના નરેશકુમાર બારિયા સૌ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જરૂરી છે. લોકશાહીના આ પર્વમાં સૌએ મતદાન કરી પોતાનો નાગરિકધર્મ અદા કરવો જોઇએ.

Advertisement

– ૬૦ વર્ષના દિવ્યાંગ ભારતસિંહ બારિયાના હોંસલાને સલામ…..

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે થયેલા મતદાનમાં કેટલાક પ્રેરણાદાયી દ્રષ્યો જોવા મળ્યા હતા. કોઇ અશક્ત તો કોઇ વૃદ્ધ, સૌએ મતદાન કરી પોતાનો લોકશાહી પ્રત્યેનો નાગરિક ધર્મ અદા કર્યો હતો. આવો જ એક કિસ્સો ભારતસિંહ બારિયાનો પણ છે. ૬૦ વર્ષીય ભારતસિંહ બારિયા પોતે પગથી દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા માટે બૂથ સવારના પહોરમાં ટ્રાઇસીકલ લઇને પહોંચી ગયા હતા. જ્યાં તેમને પ્રાથમિક્તા આપીને અન્યો કરતા વહેલા મતદાન કરવા દેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું કે, મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે સૌએ મતદાન કરવું જોઇએ.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કારેલા ગામ ખાતે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

વડોદરાના ભારતીય હેરોલ્ડ ડીસોઝાને ન્યુયોર્ક ખાતે “હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ 2023 “થી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!