મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ૧૭-૪-૨૦૨૧ ના રોજ યોજનાર છે. મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજને રવાનગી અને સ્વીકાર કેન્દ્ર સ્થળ તરીકે નિયત કરવામાં આવ્યું છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ જણાવ્યું છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા મોરવા હફડ બેઠકની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતી કાલ તા. ૧૬-૪-૨૦૨૧ના રોજ સવારે ૮ વાગ્યાથી રવાનગી કેન્દ્ર ખાતેથી તમામ મતદાન મથકો માટે મતદાન સામગ્રી સાથે મતદાન સ્ટાફને રવાના કરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ આ જ કેન્દ્ર ખાતે મતદાન સામગ્રી સ્વીકારવામાં આવશે.
Advertisement
પંચમહાલ રાજુ સોલંકી