મોરવા હડફની પેટા ચૂંટણીમાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે દરેક મતદાન મથક પર આવતા મતદારો માટે ખાસ પ્લાસ્ટિકના મોજાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ આ બાબતે જણાવ્યું કે, તમામ મતદાન મથકો ખાતે મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી તેમના શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવશે તે બાદ મતદાન કરી શકશે. જો તેમનું તાપમાન વધારે હોય તો તેમને પાંચ વાગ્યા બાદ મતદાન કરવા દેવામાં આવશે. કોરોના પોઝેટિવ વ્યક્તિને મતદાન મથક ઉપર આરોગ્ય વિભાગનો સ્ટાફ એમ્બ્યુલન્સ મારફત લાવશે.
દરેક મતદાન મથક ખાતે સેનેટાઇઝરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની સાથે પોલિંગ સ્ટાફ માટે ફેસ શિલ્ડ, એન-૯૫ માસ્ક, રબ્બર હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન મથક દીઠ બે પીપીઇ કિટ પણ આપવામાં આવશે. આ કચરાના નિકાલ માટે એક યેલો બેગ પણ રાખવામાં આવશે. મતદારો મતદાન કર્યા બાદ તેમને આપવામાં આવેલા મોજા આ બેગમાં નાંખશે.
પંચમહાલ રાજુ સોલંકી