મોરવા હડફની પેટા ચૂંટણી અનુસંધાને પંચમહાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે કરાયેલી કામગીરી સબબ અત્યાર સુધીમાં કુલ ૧૮૧ હથિયારો જમા લેવામાં આવ્યા છે. જ્યારે કુલ ૪૧૨ વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પંચમહાલ પોલીસ અધિક્ષક સુશ્રી લીના પાટીલે માહિતી આપતા જણાવ્યું કે, મોરવા હડક ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી અનુસંધાને કુલ પાંચ ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવી છે. જે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કામગીરી કરી રહી છે. પોલીસ દ્વારા નાકા પણ બનાવવામાં આવ્યા છે. જ્યાંથી આવતા જતાં વાહનો ઉપર નજર રાખવામાં આવે છે.
મોરવા હડફ આસપાસ પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ પણ વધારવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૩૯૦૦ નો ૧૮૫ દેશી દારૂ તથા રૂ. ૧૫.૩૯ લાખની કિંમતની વિદેશી દારૂની બોટલ પકડી પાડવામાં આવી છે.
Advertisement
પંચમહાલ રાજુ સોલંકી