Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરવા હડફ : બાઈક રેલીમાં કોરોના ગાઇડલાઈનનું ઉલ્લંઘન…

Share

પંચમહાલ જીલ્લાની પેટા વિધાનસભાની ચૂંટણીને લઇને આજે યોજાયેલી બાઈક રેલીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ જોવા મળ્યો હતો.

પંચમહાલ જીલ્લામા કોરોનાના કેસો ચિંતાનજક રીતે વધી રહ્યા છે. ત્યારે ચૂંટણીઓની સભાઓમાં છેડચોક ગાઈડલાઇનનું ઉલ્લંઘન જોવા મળી રહ્યુ છે. મોરવા હડફમા આજે ભાજપની બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા કોરોનાની ગાઇડલાઈનનું ભંગ જોવા મળેલ હતો. જેમા કેટલાક કાર્યકરોના મુખ અડધા માસ્ક પહેરેલા હાલતમાં જોવા મળ્યા હતા. એક બાજુ કોરોના વકરી રહ્યો છે ત્યારે હાલમા પરિસ્થિતી નાજુક છે. આ રીતે છેડચોક ગાઈડલાઈનનો ભંગ જોવા મળતા સ્થાનિક લોકોમા પણ અનેક ચર્ચાઓ જાગી હતી.

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ચુંટણીના અંતિમ ચરણમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરવા હડફ ખાતે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ઉમેદવાર નિમિષા સુથારના પ્રચાર કાર્યક્રમમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના મોરવા હડફમાં બની છે. આ બાઈક રેલી કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતાં.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે નિમિષા સુથાર માટે આજે મોરવા હડફ ખાતે બાઇક રેલીનો કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો . આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું જળવાયું ન હતું. ઘણા લોકોએ તો માસ્ક પણ પહેર્યા ન હતાં. ચૈત્રી નવરાત્રિમાં શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે મંજુરી નથી તો બીજી તરફ રાજકીય નેતાઓ અને કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કરી રહ્યાં છે. નેતાઓ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતાં તો તેની સામે કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

મોરવા હડફ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુરમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેરનુ કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!