Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરવા હડફની ચૂંટણીમાં શિક્ષકોને વીમા કવચ સહિતની સુવિધા પુરી પાડવાની શિક્ષણ સંઘની માંગ…

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંધના મહામંત્રી સતીષભાઈ પટેલ અને પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીના અતિ સંક્રમણને કારણે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવા માટે રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં રાજ્યમાં કોરોના મહામારીનું સંક્રમણ કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મોકુફ રાખવામાં આવેલ છે તે બદલ રાજ્ય ચૂંટણી પંચ નો આભાર માન્યો હતો તારીખ 17.04.2021 ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી છે. ચુંટણી કામગીરીમાં મોટાભાગે પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવતા હોય છે, હાલ કોરોના મહામારીનું સંક્રમણ રાજ્ય સહિત શહેરો ઉપરાંત ગામડામાં પણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને પરિસ્થિતિ બહુ જ વિકટ બની રહી છે ત્યારે મોરવા હડફની પેટાચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવા માંગ કરવામાં આવી છે. વધુમાં ચુંટણી કામગીરીની ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને વીમા કવચની સુરક્ષા પૂરી પાડવામાં આવે તથા જો કોઈ કર્મચારી સંક્રમિત થાય તેઓને અગ્રતાના ધોરણે અલગ હોસ્પિટલમાં ફ્રી માં સારવાર ની સુવિધા પૂરી પાડવામાં આવે તમામ કર્મચારીઓને ફરજ દરમિયાન કોરોનાથી રક્ષણ મેળવવા માટે જરૂરી સુવિધાઓ કોરોના કીટ પીપીઇ કીટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ,રાજુ સોલંકી


Share

Related posts

હાંસોટનાં સાબિર કાનુંગા હત્યા કેસના વધુ બે ફરાર આરોપિયોને ઝડપી પાડતી આર.આર.સેલ

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા રેંજ ફોરેસ્ટ ઓફિસના કોમ્યુટર ઓપરેટર વિરૂદ્ધમાં ખોટા આક્ષેપોવાળી અરજી કરી ફરીયાદીની બદલી કરાવી નાંખવાની ધમકી આપતા ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં કોંઢ ગામે એક ઘરમાં ઝેરી કોબ્રા સાપ દેખાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!