રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનાં કેસના પગલે કાકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એન એમ પ્રજાપતિ દ્વારા નવું અભિયાન શરૂ કર્યું છે જેમાં કાકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જતા રાહદારીઓ અને વાહનચાલકોને 1500 જેટલા ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યા હતા.
– કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે માસ્ક જ વેક્સિન છે.
– કાકણપુર પોલીસ દ્વારા લોકો માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું.
– કાકણપુર પોલીસ દ્વારા લોકોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે માસ્ક જ વેકસિન છે. ત્યારે લોકો માસ્ક પહેરીને ફરે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે કાકણપુર પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે કાકણપુર પોલીસ દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાકણપુરમાં કેટલીક જગ્યાએ ગરીબ અને રોડ પર જતાં રાહદારીઓ અને વાહનચાલકોને જેને માસ્ક ન પહેર્યું હોય. તે લોકોને પોલીસ દ્વારા દંડ નહિ માસ્ક આપીને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવે છે. જેનાથી લોકોમાં માસ્ક પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન અંગે જાગૃતતા આવે તે હેતુથી કાકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એન એમ પ્રજાપતિ દ્વારા આ એક અનોખું અભિયાન ચલાવવામાં આવે છે. આ મામલે પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે.
પંચમહાલ રાજુ સોલંકી