પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામે મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસ નિમિત્તે અખિલ ગુજરાત ગાડલીયા લુહાર સમાજ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમના પૂર્વજોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના માજી સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપની તકતી ઉપર પુષ્પ અર્પણ કરી કાર્યક્રમને આગળ વધાર્યો હતો. પ્રતિજ્ઞા મુક્તિ દિવસ નિમિત્તે અખિલ ગુજરાત ગાડલીયા લુહાર સમાજ દ્વારા કાલોલ તાલુકાના મધવાસ ગામે મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પોતાના સમાજ માટે બલિદાન આપનારા તેમના પૂર્વજોને યાદ કરી સોશિયલ ડિસ્ટન્સ રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત ગાડલીયા લુહાર સમાજના વડીલ અગ્રણી રમેશભાઈ પરસોતમભાઈ લખાણીએ ઉપસ્થિત સમાજના આગેવાનો અને નવયુવાનોને જણાવ્યુ હતું કે પ્રતિજ્ઞા મુક્તિ દિવસ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે આપણે વ્યસન મુક્ત રહીશું અને આપની દીકરીઓને ભણાવીશુ અને સમાજને સંગઠિત રાખી આગળ વધાવીશુ તેઓ સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં મનુભાઈ ભયજીભાઈ રાઠોડ, મેઘરાજભાઈ રાઠોડ, સંજયભાઈ ભૈરવસિંહ રાઠોડ, ભગીરથસિંહ ચૌહાણ, કમલેશભાઈ બોડાણા, કરણભાઈ નોંધી, કરણભાઈ ચૌહાણ, દિપકભાઈ હોમોણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની માહિતી આશીષભાઈ લુહાર દ્વારા આપવામાં આવી હતી.
પંચમહાલ,રાજુ સોલંકી