Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા તાલુકામાં ખેતતલાવડી યોજનાનું ₹ ૯૯,૪૯,૦૬૨ લાખનું મશમોટુ કૌભાડ. જમીન વિકાસ નિગમના નિયામક સહીત, સર્વેયર, સહીત ચાર સંચાલકો સામે ફરિયાદ.

Share

વિજયસિંહ સોલંકી, શહેરા ( પંચમહાલ)

પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકામા ગ્રામ્યવિસ્તારોમા રહેતા ખેડુત ખાતેદારોના દસ્તાવેજી પુરાવાઓ લઈ ખોટી સહીઓ કરીને ખેડુતોની જમીનપર ખેતતલાવડી માત્ર કાગળ પર બનાવીને સરકારી રુપિયા ચાઉ કરી જવાના એક કરોડ ના મશમોટા કૌભાડનો પર્દાફાશ થયો છે.  પંચમહાલના શહેરા તાલુકાના સગરાડા, ખરેડીયા, ધાધલપુર,સહીતના અન્ય ગામોના ખેડુતોની જાણ બહાર તેમના ખેતરમા ખેત તલાવડી થઈ હોવાની  જાણ ટપાલ મારફતે થઈ હતી જેને લઈને તેઓ દ્વારા જીલ્લા જમીન વિકાસ નિગમની કચેરી ખાતે પહોચી ગયા હતા. સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજુઆત કરવામા આવી હતી. ધારાસભ્ય દ્વારા આવેલ યાદીની તપાસ કરતા અનેક ખેડુતો આ બાબતે અજાણ હતા. જેને લઈને ખેડુતોએ શહેરા તાલુકા પોલીસ મથકે  અરજી આપવામા આવી હતી. પોલીસ દ્વારા તપાસ  દરમિયાન 160 જેટલા ખેડુતોના નામે  મળીને કુલ રૂપિયા 99,49,062ની રકમ બારોબાર ઉપડી ગયા હતા. આ બાબતે  160 જેટલા ખેડુતો સંપુર્ણ રીતે જાણતા ન હતા.જ્યારે પોલીસે ગુજરાત રાજ્યા જમીન વિકાસ નિગમ લિમીટેડના મદદનીશ નિયામક સહીત સર્વેયર, એજન્સી સંચાલક મળી કુલ છ સામે ગુનો દાખલ  કરી વધુ તપાસ હાથ ઘરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકામા આવેલા કેટલાક ગામોમા ખેતરમા ખેત તલાવડી બનાવાનું મશમોટું કૌભાડ બહાર આવતા  તાલુકામા ભારે સનસનાટી મચી જવા પામી છે.ખેડુતોના ખેતરમા પાણી સંગ્રહ અને જમીન સુધારણા માટે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ  લિમીડેટ દ્વારા જરુર સહાય કરવામા આવે છે. ત્યારે -2016-17ની સાલમા  શહેરા તાલુકાના ખેડુતો પાસેથી  આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ બેન્ક પાસ બુકની નકલો લઈ જમીન સરંક્ષણ  ઓફીસના કર્મચારીઓ  તથા મળતિયાઓએ આ ખેતતલાવડી બનાવાનુ કામ  અન્ય એજન્સીને આપેલ છે. તેવા દસ્તાવેજો તૈયાર કરી એજન્સીઓના નામે નાણા બેંકમા જમા કરાવી સરકારી નાણા ની ઉચાપત કરી  ખેતરમા ખેત તલાવડી નહી બનાવી કુલ 160  ખેડુતોના 99,49,062, લાખ રૂપિયાની રકમ ચાઉ કરી જવામા આવી હતી આ અંગે શહેરા તાલુકાના ખટકપુર ગામના ખેડુત મનસુખ ભાઈ સરદારભાઈ બારીયા દ્વારા  શહેરા પોલીસ સ્ટેશનમા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ ના મદદનીશ નિયામકના કુશવાહ  તથા સર્વેયર જે.કે.વણકર  તથા નાણા મેળવનાર એજન્સીના સંચાલક  હાથીભાઈ પટેલીયા, જયરુપભાઈ ચૌધરી, નવલસિંહ પટેલીયા, પર્વતભાઈ દલાભાઈ ખાંટ,  વિરુધ્ધ ઈપીકો, કલમ 406,420,465,467,468,471,409,120બી 34,તથા આઈટી એકટ કલમ ડી  મુજબ શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાતા  તપાસનો ધમધમાટ શહેરા પોલીસ દ્વારા શરુ કરવામા આવેલ છે. પોલીસ દ્વારા આ કૌભાડમાં  કોણ કોણ કર્મચારીઓ,  અધિકારીઓ, સામેલ છે. શહેરા સિવાય અન્ય તાલુકામા કરેલ છે કે કેમ? તે બાબતોની તપાસ હાથ ધરી પોલીસ દ્વારા સંડોવાયેલા લોકોને  પકડવાની તજવીજ હાથ ધરવામા આવી છે.


Share

Related posts

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

પરપ્રાંતિય પ્લાન ઓપરેટરે બાકી નીકળતા પગાર પેટે કર્વારી પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી જતાં માલિક દ્વારા નેત્રંગ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

ભરૂચમાં NSUI નાં 51 માં સ્થાપના દિન નિમિત્તે વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!