પંચમહાલ જીલ્લાનાં ગોધરામાં નોટરી પાસે સ્ટેમ્પ પેપર પર ખોટી નાણાંની કબુલાત કરાવીને કરેલી ચેક રિર્ટનની ખોટી ફરિયાદમાં આરોપીને નિર્દોષ ઠેરવાનો ચુકાદો ગોધરા કોર્ટે આપ્યો છે.
ગોધરા કોર્ટમાં ફરિયાદી સુફિયાન ઈમરાન મિસરી રહે. પોલન બજાર ગોધરા કોર્ટમાં એવી ફરિયાદ કરી હતી કે ફરિયાદી રશમિકા સુથાર, ચેતનકુમાર સુથાર પાસેથી જુની ઈન્ડીકા કાર ૨૭૦૦૦ રુપિયામા ખરીદી હતી અને ખરીદ કર્યા બાદ ૨૨૦૦૦ રૂપિયાનો ખર્ચ કરેલ હતો. તેમા પાછળથી જાણવા મળેલ કે કાર પર બેંકની લોન બાકી છે. તેથી કારનો વેચાણનો સોદો રદ કરવામા આવેલ અને આરોપીઓએ ફરિયાદીને નોટરીની રૂબરૂમાં સ્ટેમ્પ પેપર પર કાર પરત લીધા બાબતનું અને ફરિયાદીને કુલ રૂપિયા ૪૭,૫૦૦ ચુકવીને આપવાની જવાબદારી સ્વીકારી તે રકમની ચુકવણી માટે પોતાના જોઈન્ટ ખાતાનો ચેક લખીને આપેલ હતો. ફરિયાદીએ આ ચેક બેંકમા આપતા તે પરત થયેલ હતો. તેથી ફરિયાદીએ કાયદેસરની નોટીસ આપ્યા બાદ આરોપીઓ સામે ચેક રિર્ટનની ફરિયાદ કરી જે મામલે કેસ ગોધરા કોર્ટમાં ચાલ્યો હતો આ મામલે આરોપી તરફે બાહોશ વકીલ અશોકભાઈ સમતાણીની દલીલોને ધ્યાનમાં લઈને ફરિયાદમાં જણાવેલી હકીકતો સાબિત ન થઈ શકતા બચાવ પક્ષની રજુઆત યોગ્ય જણાતા ચેક રિર્ટનના ગુનામાં આરોપીઓને નિર્દાષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી