શહેરા તાલુકાની ચોપડાખુર્દ ગામની યુવતીને પતિ સહીત સાસરિયા પક્ષ દ્વારા તુ છોકરીને જન્મ આપે છે, અમોને છોકરી ગમતી નથી તુ અમારા ઘરમાથી નીકળી જા તેમ કહીને મ્હેણા ટોણા મારીને, તેમજ દહેજ માટે શારીરીક અને માનસિક ત્રાસ આપતા ગોધરા મહીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પતિ સહીત સાસરીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના ચોપડાખુર્દ ગામના કૈલાશબેનના લગ્ન દરુણીયા ગામના વિક્રમભાઈ પરમાર સાથે થયા હતા. તેમના દામ્પત્ય જીવનના ભાગરૂપે દીકરીનો જન્મ થયો હતો. તે વખતે પતિ વિક્રમભાઈ અને સાસુ બુનીબેન, તથા નણંદ શર્મિષ્ઠાબેન જોવા આવ્યા હતા. તેઓ કહેવા લાગ્યા હતા કે અમને છોકરી જોઈતી ન નહી અમને છોકરો જોઈતો હતો. તેમ કહીને મ્હેણા મારીને જતા રહ્યા હતા. ત્યારબાદ કૈલાશબેનના સસરા ધુળાભાઈ અને સાસરીયાઓ તેડવા આવતા કૈલાશબેન સાસરીમા આવતા રહેલા હતા. ત્યારબાદ થોડા સમય પછી પતિ, સાસુ, સસરાએ તુએ છોકરીને જન્મ આપ્યો છે. તુ ગમતી નથી તેમ કહીને શારીરીક અને માનસિક ત્રાસ આપતા હતા. તારા બાપાએ દહેજ ઓછુ આપેલ છે. મારે ગાડી લેવાની છે. તુ ઘરમાંથી નીકળી જા તેમ કહીને મ્હેણા ટોણા મારતા હતા. ઘરસંસાર ચલાવવા માટે ત્રાસ કૈલાશબેન સહન કરતા હતા. સમય જતા ફરીવાર કૈલાશબેન ગર્ભવતી બનતા પુત્રીને જન્મ આપ્યો હતો, પતિ દવાખાનામાં આવીને તને છોકરીઓ જ જન્મે છે મને છોકરીઓ ગમતી નથી પછી દોઢેક વર્ષ સુધી તેડવા નહી આવેલા ત્યારબાદ ત્રણેક મહીના પહેલા સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરીને સાસરીમાં મોકલી આપેલ હતી ત્યારબાદ પછી પણ પરિસ્થિતી જેસે થે રહેી હતી. પતિ દ્વારા ફરી વાક ગુના વગર માર માર મારવામા આવ્યો હતો. આખરે ત્રાસેલા કૈલાશબેને ગોધરા મહીલા પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા, જેઠ, નણંદ સહીતના વ્યક્તિઓ સામે ગોધરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવમાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી