મહિસાગર જીલ્લાનાં કાનેસર ગામનો નાનો ત્રણ માસનો બાળક ધૈયરાજસિંહ એસ.એમ.એ-1 નામની બીમારીથી પીડાઇ રહ્યો છે જેને આર્થિક મદદ કરવા માટે હાલમાં સોશિયલ મિડીયા પર એક કેમ્પેઈન ચાલી રહ્યુ છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ પંચમહાલના સાસંદ રતનસિંહ રાઠોડે
આ બાળકની સારવાર માટે CM રાહતફંડમાથી સહાય આપવામાં આવે તેવી ભલામણ કરતો લેખિતપત્ર લખીને CM વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે.
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા કાનેસર ગામના રાજદિપસિંહ રાઠોડના ત્રણ માસનો પુત્ર ધૈયરાજસિંહને MSA-1 નામની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. આ બિમારી હજારો બાળકોની વચ્ચે જોવા મળતી હોય છે, આ ત્રણ માસના બાળક માટે મહિસાગર જીલ્લાના સેવાભાવી યુવાનો ધૈયરાજસિંહ મદદ કરવા આગળ આવી રહ્યા છે.
શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ પંચમહાલના સાસંદ રતનસિંહ રાઠોડે આ મામલે મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને માસુમ બાળકના સારવાર માટે મુખ્યમંત્રી રાહતફંડમાથી સહાય આપવા બાબતે લેખિત રજુઆત કરી છે. મુખ્યમંત્રીને સંબોધન કરતા પત્રમાં જણાવવામાં આવ્યુ હતું. મહિસાગર જીલ્લાના કાનેસર ગામના વતની રાજદીપસિંહના ત્રણ માસના પુત્રને MSA -1 નામની ગંભીર બિમારી છે જેની સારવાર અર્થ ૧૬ કરોડના ઇન્જેકશનની જરૂરિયાત છે આટલી મોટી રકમ પરિવાર દ્વારા ખર્ચી શકાય તેમ નથી. બાળકને સારવાર માટે સોશિયલ મીડીયા પર પણ અભિયાન ચલાવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી રાહતફંડમાથી સારવાર માટે સહાય મંજુર કરવા માટે મારી ભલામણ છે.
ધૈયરાજસિંહને આર્થિક મદદ કરવા માટે સોશિયલ મિડીયામાં અભિયાન ચાલી રહ્યુ છે.પંચમહાલના સાસંદ રતનસિંહ રાઠોડે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને પણ પત્ર લખીને ધૈયરાજસિંહના પરિવારને પ્રધાનમંત્રી રાહતકોશમાથી મદદ કરવા માટેની રજૂઆત કરી છે.