ભારતની સ્વતંત્રતા-આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો આગામી તા. 12 મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવનાર છે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષી ગોધરા ખાતે કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. દેશભક્તિના અવસરની આ ઉજવણી પ્રસંગે જિલ્લામાં ત્રણ સ્થળોએ ગોધરા, હાલોલ અને મોરવા હડફ ખાતે કાર્યક્રમો યોજાશે. હાલોલ ખાતે સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં, ગોધરા ખાતે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી અને મોરવા હડફ ખાતે ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આ નિમિત્તે તાલુકા કક્ષાએ સાઈકલ રેલી, બાઈક રેલી અને વિશેષ સ્વચ્છતા અભિયાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારી વિશાલ સક્સેના, ડિવાયએસપી એમ. કણસાગરા, જિલ્લા પુરવઠા અધિકારી એન.રાજપૂત, માર્ગ-મકાન કાર્યપાલક ઈજનેર એન.ભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલ, જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી