Proud of Gujarat
FeaturedGujaratINDIA

POG.COMના અહેવાલની અસર. શહેરાનગરમાં કેરીરસ,ઠંડાપીણાની દૂકાનો પર તંત્રનો સપાટો,કેરીરસ સહિતની અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો.

Share

વિજયસિંહ સોલંકી, શહેરા, (પંચમહાલ)

www.pruodofgujarat.com વેબપોર્ટલ ના અહેવાલની અસરદાર અસર થતા તંત્ર દોડતુ થયુ હતુ. શહેરાનગરમાં ધમધમતી ઠંડાપીણાની હાટડીઓ પર તપાસ ક્યારે ? એ અંગે અહેવાલ પ્રકાશિત કરવામા આવ્યો હતો.
અહેવાલ પ્રકાશિત થતા જવાબદાર તંત્ર એકશનમાં આવતા શહેરાનગરમાં આવેલી ઠંડાપીણા,કેરીરસ,ફરસાણ સહિતની દૂકાનોમા પુરવઠા વિભાગ અને નગરપાલિકાના ફૂડ ઈન્સ્પેકટરની સંયુક્ત ટીમોએ દરોડા પાડી ચેંકીગ હાથ ધર્યુ હતું.જેમા કેરીરસ,સડેલા બટાકા સહિતનો અખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાને નાશ કરવામા આવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાળો આવતા પંચમહાલ જિલ્લામાં ઠેરઠેર ઠંડાપીણા કેરીરસ,જ્યુસ સેન્ટરો સહિતની હાટડીઓ ખુલી જવા પામે છે. ત્યારે કેટલાક વેપારીઓ ઘણીવાર વધુ નફો કમાઇ લેવાની લાલચમા ભળસેળ વાળો ખાદ્ય પદાર્થકે પી આપી દેતા ખચકાતા નથી.શહેરાનગરમાં આ ઠંડાપીણાની હાટડીઓ ઉપર તપાસ હાથ ધરવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.જોકે મોડે મોડે જાગેલા તંત્રએ આખરે સપાટો બોલાવ્યો હતો.મામલતદાર કચેરી ના પુરવઠા વિભાગ અને શહેરા નગર પાલિકા ચીફ ઓફિસર એમ.એમ .ગણાસવા સેનટરી ઇન્સ્પેકટર જીતેન્દ્ર સિંહ રાઠોડ ,જીજ્ઞેશ ભાઈ શાહ  ,જીતેન્દ્ર જોષી સહિત સંયુક્ત ટીમે શહેરા નગર નાં બસ સ્ટેશન ,સિંધી ચોકડી ,મેઇન બજાર સહિત અન્ય વિસ્તાર માં આવેલ ફરસાણ અને કેરીના જ્યુસ સેન્ટર સહિત ઠંડા પીણા ની ૨૫ જેટલી  દુકાનો અને હાથલારીમા બપોરે એકાએક
તપાસ હાથ ધરી હતી.જેમાં ૨૫ જેટલી દુકાનો માં તપાસ દરમિયાન ૧૫ કિલો કેરીનો રસ ,સડેલા બટાકાના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો.તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ થી અખાધ ચીજ વસ્તુઓ મળી આવતા અખાધ ચીજો નો નાશ કરી સ્થળ પર રૂપિયા ૬૦૦૦ નો દંડ ફટકાર્યો હતો  જેથી અન્ય અખાધ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે જવાબદાર તંત્ર કામગીરી કરવામાં ન આવતા ફરસાણ સહિત ના અન્ય દુકાનદારો ને તંત્ર પ્રત્યે નો કોઈ જ ડર રહયો ન હતો જોકે પ્રાઉડઓફ ગુજરાત ન્યુઝ વેબસાઇટ ઉપર અહેવાલ પ્રકાશિત થતા શહેરા નગરપાલિકા અને મામલતદાર કચેરી ના પુરવઠા વિભાગ દ્રારા સયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરાનગરવાસીઓએ કામગીરીને બિરદાવી હતી.


Share

Related posts

માંગરોળના બોરસદ ગામેથી ગુમ થયેલા યુવકની લાશ કૂવામાંથી મળી

ProudOfGujarat

હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે, ફરીયાદ માટે સીધી સુવિધા

ProudOfGujarat

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા પાનના ધંધાર્થી ત્યાં દરોડા : લાયસન્સ વિના દુકાન ચલાવનારને નોટિસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!