પંચમહાલ જીલ્લામાં સ્થાનિક ચુંટણી જંગ જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી સાથે સાથે અપક્ષો પણ ચુંટણીનો પ્રચાર કરી રહ્યા છે. સત્તામાં રહેલા સત્તાધારી પક્ષને પરાસ્ત કરવા માટે હવે કોંગ્રેસે પણ કમર કસી છે. ભાજપ,કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે.
સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઇને ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયુ છે. શહેરા અને ગોધરા નગરપાલિકાની ચુંટણીને લઈને પણ પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ,કોંગ્રેસ,અપક્ષની વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. તાલુકા પંચાયતની જીલ્લા પંચાયતની અમુક બેઠકો બિનહરીફ લીધે કબજે કરી લીધી છે ત્યારે ભાજપ હવે ગેલમા જોવા મળી રહી છે. બાકી રહેલી બેઠકો પર હવે મતદાન યોજાવાનુ છે. કોંગ્રેસ પણ આ બેઠકો પર જીત મેળવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના કાર્યકરોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે હવે ડોર-ટુ-ડોર પ્રચારની શરૂઆત કરી હતી.
ભાજપે પણ ડોર ટુ ડોર પ્રચારની શરુઆત કરી દીધી છે. નોંધનીય છે કે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે પણ મતદારોનો મિજાજ કઈ તરફ ઢળે છે તે તો પરિણામના દિવસે ખબર પડશે.
પંચમહાલ, રાજુ સોલંકી