પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવીન કાર્યાલયના ઉદ્દઘાટન પહેલા જિલ્લાના એક વરિષ્ઠ કાર્યકર્તા મિસાવાસી સ્વ.જેઠાલાલ સોનીને નિવાસસ્થાન ચોકી નંબર-૧ ખાતે ગયા હતા જ્યાં ૧૯૫૧માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયની શરૂઆત થઈ હતી ત્યાર બાદ જનસંઘ અને ભાજપના કાર્યાલય તરીકે પણ કાર્યરત રહ્યું હતું. આ મકાન ખાતે તત્કાલીન પ્રધાનમંત્રી અટલજી અને હાલના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી પણ અનેકવાર પધારી ચુક્યા છે. નવા કાર્યાલય પર જતાં પહેલાં ભાજપાના મૂળ સ્થાપક સ્થાનની મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષની સાથે ગુજરાત પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટએ સોની પરિવારની મુલાકાત લઈ જુના સંસ્મરણો વાગોળયા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement