Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

મોરવા હડફ પોલીસે એસ્ટીમ કારમાથી દારુનો જથ્થો પકડી પાડ્યો

Share

મોરવા હ઼ડફ (પંચમહાલ)
પંચમહાલ જીલ્લાની મોરવા હડફ પોલીસે સાલીયા ગામ પાસે નાકાબંધી દરમિયાન એક એસ્ટીમ કારમાંથી પરપ્રાન્તિય દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. ગાડીમા બેઠેલો એક ઈસમ ત્યાથી ભાગી જવામા સફળ રહ્યો હતો ત્યારે એત ઈસમને પકડી લીધો હતો પોલીસે એસ્ટીમ ગાડી સહીત ૧,૮૦,૬૦૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરવા પોલીસ પ્રેટોલિંગમા હતી ત્યારે સાલીયા ગામ પાસે ખાબડા ગામ તરફ જવાના રસ્તે એક એસ્ટીમ કાર(જીજે ૨૩એ૮૯૯૦) રોકી હતી તેની તલાશી લેવાનુ શરુ કરતા તેમા બેઠેલો એક ઈસમ દશરખ ભુરિયા( રહે સીમલીયા જી. દાહોદ.) ભાગી ગયો હતો અને એક ઈસમ અર્જુનભાઈ બારીયા (રહે. નવા ફળિયા ગરબાડા જી દાહોદ )ને પોલીસે પકડી લીધો હતો. પોલીસે એસ્ટીમકારમા તપાસ કરતા પરપ્રાન્તિ દારુની બોટલો મળી આવી હતી તેને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસેદારુના જથ્થા સહિત એસ્ટીમકાર મળીને કુલ ૧,૮૦,૬૦૦ લાખરુપિયાનો દારુનો જથ્થો જપ્ત કરી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરવા પામી છે. ફરાર ઈસમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા દશેરા નિમિત્તે પ્રતાપ નગર હેડ ક્વોટર્સ ખાતે શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં વિકરાળ આગ : 3 ગંભીર રીતે દાઝયા.

ProudOfGujarat

ભરૂચ શહેરની અનોખી પુસ્તકાલય જેમાં રોજ ઉજવાય છે પક્ષી દિવસ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!