Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા ખાતે સરકારી યોજનાનાં નાણાં લાભાર્થીનાં ખાતામાં જલ્દી જમા થાય તે હેતુથી તંત્રને આવેદન.

Share

પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકા ખાતે આવેલ તાલુકા પંચાયત ભવન ખાતે વલ્લભપુર ગામમા યુવા અગ્રણીઓ દ્વારા તાલુકા વહીવટી તંત્રને વિવિધ સરકારી યોજનાના નાણાં લાભાર્થીના ખાતામા જલ્દી જમા કરવામા આવે તેવી લેખિત રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ગામોમાં રહેતા લોકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ હોય છે જેનો લાભ લાભાર્થીઓ લેતા હોય છે. શહેરા તાલુકાના વલ્લભપુર ગામના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા વિવિધ સરકારી યોજનાઓનાં નાણાં લાભાર્થીઓના ખાતામા જમા ન થયાં હોવાની રજુઆત સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.

Advertisement

તાલુકા વિકાસ અધિકારીને ઉદ્દેશીને લખીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવામાં આવ્યુ હતુ કે શહેરા તાલુકામાં વિવિધ યોજના જેવી કે શૌચાલય અને પ્રધાનમંત્રી આવાસ નરેગા યોજનાની ગ્રાન્ટો છેલ્લા એક વર્ષથી બાકી છે. વહેલી તકે લાભાર્થીઓને યોજનાઓનો નાણાંકીય હપ્તો જમા થાય તેવી અમારી શહેરા તાલુકાની પ્રજાવતી અમારી માંગણી છે. વધુમા આવેદનમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો કે અમને ખાનગી રાહે જાણવા મળ્યા મુજબ વચેટિયાઓ એજન્ટો લાભાર્થી પાસેથી બે થી પાંચ હજાર રૂપિયાની માંગણી કરતા હોય છે જેથી કરીને લાભાર્થીઓ પોતે જ ફોર્મ લઇને આવે તો સ્વીકાર કરવો અને જે કોઈ એજન્ટ કામ ના કરે તેવી અમારી માંગણી છે.


Share

Related posts

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને નિહાળ્યું.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ પી.એચ.નાયીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : પીગળી ગામે રેંટીયો પ્રદશૅન દ્ધારા ૧૫૦ મી જન્મજયંતિ ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!