પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં દિપડાની દહેશતને કારણે લોકોમા ફફડાટ હતો પણ મંગળવારે સાંજે દિપડો વનવિભાગનાં પાંજરામાં પુરાયા બાદ ફરી એક દિપડો કાટાવેડા ગામની સીમમા મૂકાયેલા વનવિભાગનાં પાંજરામાં પુરાયો હતો.
પંચમહાલમા ઘોંઘબા પંથકમાં હાહાકાર મચાવનાર દિપડાની દહેશતનો મંગળવારના રોજ અંત આવ્યો જ્યારે દિપડો ગોયાસુંદલ ગામે મૂકવામાં આવેલા પાંજરામાં દિપડો પકડાયો હતો જેને પાવાગઢ પાસે આવેલા ધોબીકુવા રેસક્યુ સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો. બુધવારના રોજ ફરી કાંટાવેડા ગામની સીમમાં મૂકાયેલા પાંજરામાં વધુએક દિપડો પડકાયો હતો. દિપડો પકડાયાની ખબર પડતા લોકટોળા પણ ઉમટ્યા હતા. તેમજ વનવિભાગનાં અધિકારીઓ પણ પહોંચ્યા હતા. પકડાયેલા દીપડાના પાંજરાને મુખ્ય રોડ સુધી વનવિભાગ અને સ્થાનિક લોકોની મદદથી લાવ્યા બાદ ધોબીકુવા રેસક્યુ સેન્ટર ખસેડવામાં આવ્યો હતો.
પંચમહાલ, રાજુ સોલંકી