પંચમહાલ જીલ્લાના મથક ગોધરાથી નજીક નાદરખા ગામ પાસે આવેલી કુશા કેમિકલ કંપનીમા આગ લાગવાની ઘટના બની છે.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરાથી વડોદરા જતા માર્ગ ઉપર નાદરખા ગામ પાસે કુશા કેમિકલ કંપની આવેલી છે. જેમા બપોરના સુમારે કંપનીના એક પ્લાન્ટમા આગ લાગવાની ઘટના બની છે. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસ ૧૦ કિમીમા વિસ્તાર સુધી ગોટેગોટા દેખાતા હતા. આગના વિકરાળ સ્વરૂપને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. બનાવને લઈને હાલમા હાલોલ, કાલોલ, ગોધરાથી ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુજાવાની કામગીરીમાં જોતરાયા હતા હાલમા આગ ઓલવાની કામગીરી ચાલી માં કાબુ મેળવ્યો છે
ફાયર ઓફિસર પી. એમ સોલંકી સાથે ટેલીફોન માં કહ્યું કે, કુશા કેમિકલ કંપનીમાં આજે બાર વાગ્યા ના અરસામાં કંપનીમાં જ્વલનશીલ કેમિકલ ભરેલુ બેરલો હતા જેના કારણે સ્ટોરેજ કરેલ બેરલ માં જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ હતી જેમાં ગોધરાનીત્રણ કાલોલ અને હાલોલ ની એક એક તથા કંપનીની એક ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
પંચમહાલ:- રાજુ સોલંકી