પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમા વિવિધ જાણીતા સ્મારકો આવેલા છે. જેની ગોધરા એન.સી.સી. બટાલીયન દ્વારા સાફસફાઈ કરવામા આવી હતી. ગોધરા શહેરમાં આવેલા જુદાજુદા વિસ્તારોમાં સ્મારકો હયાત છે જેની ઘણા સમયથી સાફસફાઈ ન થઈ હોવાને ધુળ ખાતા હતા. હાલમાં તેના કારણે પોતાની સામાજીક જવાબદારીના ભાગરૂપે ગોધરા એન.સી.સી ૩૦ બટાલીયનનાં કેડેટસ દ્વારા સાફસફાઈ કરવામા આવી હતી. જેના ભાગરૂપે કલેકટર કચેરી પાસે આવેલી ચાર સિંહની પ્રતિકૃતિવાળા સિંહ, ગાંધીચોક સહિતના સ્મારકોની સાફસફાઈ કરવામાં આવી હતી.
શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં 30 ગુજરાત બટાલિયન એન.સી.સી. દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. સમગ્ર પંચમહાલ શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે પરંતુ ફક્ત શિક્ષણ નહિ પરંતુ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર હોવાનું શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં એન.સી.સી. ગ્રુપ દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે. શહેરમાં સ્વચ્છતા પખવાડિયા ઉજવવામાં આવ્યું. આ અભિયાનમાં જિલ્લાની અલગ અલગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી. આ ઉપરાંત ગોધરાના ઉદ્યાનબાગ ચર્ચની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા તેમજ જાહેર રાજમાર્ગોની સફાઈ કરવામાં આવી તથા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા હેતુસર આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 30 ગુજરાત બટાલિયનનાં અન્ડર ઓફિસર કર્નલ એસ.બી સસાલત્તિ એસ.એમ ગુરમુખસિંહ તેમજ પી.આઈ. સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તમામ માહિતી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર અને એનસીસીનાં લેફ્ટન જી.વી જોગરાણા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા એન.સી.સી. 30 બટાલીયન દ્વારા શહેરનાં સ્મારકોની સાફ-સફાઈ કરવામાં આવી.
Advertisement