વિજયસિંહ સોલંકી, શહેરા
શહેરા નગરમા દિવાળીની રાત્રીએ બે જુથ વચ્ચે થયેલી અથડામણમા પોલીસ દ્રારા સામસામી ફરિયાદને આધારે ગુનો નોંધવામા આવ્યો હતો.ત્યારે આ જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં શહેરાના અગ્રણી રુપચંદ સેવકાણીને પોલીસે આરોપી બનાવ્યા હતા.ત્યારબાદ તેમને જેલમા મોકલી દેવામા આવ્યા હતા.જોકે આ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામા આવી હતી.જેમા અગ્રણી રુપચંદ સેવકાણીના જામીન
મંજુર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાનગરમાં દિવાળીની રાતે વૈજનાથ ભાગોળ પાસે આવેલા એક પાનના ગલ્લા ઉપર બે કોમના યુવકો વચ્ચે
નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.જોકે આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું.અને
સામસામે પથ્થરમારાની ઘટના બની હતી.જેમા ઇજાઓ પણ કેટલાક લોકોને પહોચી હતી.અને ફાયરિંગની ઘટના બની હતી.જેમા સામસામી ફરિયાદ દાખલ થવા પામી હતી.અને શહેરા પોલીસ દ્રારા મામલામાં સામેલ ધરપકડનો દોર ચાલ્યો હતો.અને જામીન પણ મળ્યા હતા. ત્યારે ફાયરિંગ કેસમાં શહેરાના અગ્રણી રુપચંદ સેવકાણીની પોલીસ દ્વારા અટક કર્યા બાદ જેલમા મોકલી દેવામા આવ્યા હતા.ત્યારબાદ જામીન માટે ગુજરાત હાઇકોર્ટમા ઘા નાખવામા આવી હતી.જેમા નામદાર ગુજરાત હાઇકોર્ટે રુપચંદ સેવકાણીને જામીન આપ્યા હતા.હાઇકોર્ટ દ્રારા રુપચંદ સેવકાણીના જામીન મંજૂર થતા શહેરાના સમગ્ર દરેક હિન્દુ સમાજના અગ્રણીઓએ ન્યાયતંત્રની પ્રકિયા પર સપૂર્ણ વિશ્વાસ હોવાનો મત વ્યક્ત કર્યો હતો.