Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૩૯ કેસો નોંધાયા.

Share

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૦ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૩૩૧ થવા પામી છે. ૩૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૨૧૧ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૭ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૧૦ અને હાલોલમાંથી ૦૭ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૪૨૯ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૩ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા ૯૦૨ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૯૯૭ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૧૧ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : વીજ કંપનીનાં ખાનગીકરણ અંગે કર્મચારીઓએ વિરોધ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!