Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૂપ્રસિધ્ધ લોકગાયક કલાકાર કમલેશ બોડાણાને ઘરે લક્ષ્મીજીના પાવન પગલા જાણો વધુ

Share

છોટાઉદેપુરનું જિલ્લાનું ગૌરવ અને લુહાર સમાજના આગેવાન કમલેશભાઈ બોડાણાના ઘરે દીકરીના જન્મ થયાના સમાચાર સામે આવતા તેમના કુટુંબ પરિવાર, તેમજ ચાહકોમા આનંદની લાગણી જોવા મળી હતી.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના ગઢ ભીખાપુરા ગામના વતની કમલેશભાઈ બોડાણા પોતે સૂરીલી ગાયિકી અને ઉદાર સ્વભાવ માટે જાણીતા છે. ટૂંક સમયમાં જ પોતે લોકગાયક તરીકે ઉચ્ચ નામના મેળવનાર કમલેશભાઈ બોડાણાનું લુહાર સમાજમાં ખુબ જ મોટુ યોગદાન રહ્યું છે અને હંમેશા સેવાભાવી રહ્યા છે. તેઓએ સામાજિક ક્ષેત્રે આપેલ ફાળો અમૂલ્ય છે. પોતાના ઘરે નવા સભ્યનું આગમન થતા તેમના કુટુંબ પરિવારમા ખુબ જ ખુશીની લહેર જોવા મળી હતી. અને આ શુભઘડીયે તેમના સગા સંબંધીઓ, ચાહક મિત્રો તેમજ નામી અનામી તમામે રૂબરૂ મુલાકાત, ફોન કોલિંગ તેમજ મેસેજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

પંચમહાલ :- રાજુ સોલંકી


Share

Related posts

વડોદરાનાં જૂના પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડમાં વેક્સિન રિસર્ચ સેન્ટર બનાવવા માટે ધારાસભ્ય સીમાબેન મોહિલેની કેન્દ્ર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક જયપુર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન અડફેટે પાલેજના યુવકનું કરૂણ મોત.

ProudOfGujarat

ભરૂચમાં ATM તોડી લાખોની મત્તા પર હાથફેરો કરવા આવેલ મૂળ યુ.પી નો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!