Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા:-એક મંદિર,એક કુવો,એક સ્મશાન”ના વિચાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા ગોષ્ઠિ યોજાઈ.

Share

વિશ્વ હિન્દુ પરિષદ,પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા વિચાર સમરસતા ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું હતું અસ્પૃશ્યતાના દૂષણને દૂર કરવા સમરસ-સમર્થ સમાજ ના નિર્માણ માટે આ પ્રકારની ગોષ્ઠી નું આયોજન કરવામાં આવતું હોય છે હિન્દુ સમાજ માટે એક મંદિર એક કુવો એક સ્મશાન હોવું જોઈએ આપણે સૌ એક સમાન, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ એ પ્રકારની કલ્પના સમરસતા નિર્માણ માટે પૂજ્ય સંતો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દલિત વસ્તી મા ભોજન ગ્રહણ કાર્યક્રમ કરવા ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ખાતેના શિલાન્યાસ કાર્યક્રમ મા શિલાન્યાસ એક દલિત બંધુના હસ્તે કરવામાં આવ્યું હતું જે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં પ્રત્યેક જિલ્લા મથકો પર આ પ્રકારની સમરસતા ગોષ્ઠી નું આયોજન કરવામાં આવનાર છે સાથે સાથે સમરસતા યાત્રા, સમરસતા યજ્ઞ જેવા કાર્યક્રમો ના આયોજન કરવામાં આવનાર છે ગામડે ગામડે ઘરે ઘરે જઈ સામાજિક સમરસતા નિર્માણનું જાગરણ કરવામાં આવશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરસંઘચાલક સમરસતાના સંદર્ભમાં પોતાના ઘણા અનુભવો કયા છે જેમાં એક મંદિર એક કુવો અને એક સ્મશાન જે નિર્માણ થાય તેઓ આગ્રહ કરવામાં આવે છે અંતમાં સમરસતા પ્રસ્તાવ પ્રારીત કરી અસ્પૃશ્યતા નાબૂદીનો સંકલ્પ લેવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા અંડર-19 કપ્તાન તરીકે દલિત સમાજ ની દીકરી હિરલબેન સોલંકી,રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મૂર્તિકાર કિરણભાઈ ચાંપાનેરીયા, વણિક સમાજ ની દીકરી રાજવી દક્ષેશભાઈ શાહ કે જેને હોમલેન્ડ સિક્યુરિટી ફ્રેન્ડ એન્ટી ટૅરરિઝમ મા ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિન્ક્શન થી પાસ થયેલ છે તેમજ દલિત દંપતિ પરીક્ષિત ભાઈ ચૌહાણ જે રેલવે સુપ્રિટેન્ડેન્ટમાં ઓફીસ માં ફરજ બજાવે છે અને એમના ધર્મપત્ની સોનાલીબેન ચૌહાણ કે જેઓ એડવોકેટ છે આ સૌનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત,આરએસએસ ના નડિયાદ વિભાગના સંઘ ચાલકજી પરિમલભાઈ પાઠક, VHP ના ક્ષેત્રીય સેવા પ્રમુખ રામભાઈ પટેલ,પંચમહાલ જિલ્લા સરકારી વકીલ રાકેશભાઈ ઠાકોર,એસસી એસટી -મોરચા બીજેપી પ્રદેશ મંત્રી નાથાભાઈ વણકર, પ્રોફેસર વિનોદભાઈ ગાંધી, માલવદિપસિંહ રાહુલજી, VHP પ્રાંત સહમંત્રી શંભુપ્રસાદ શુક્લ, વિભાગ મંત્રી ઇમેશભાઈ પરીખ, જિલ્લા મંત્રી નીલેશ ભાટિયા, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ભગત તેમજ વિવિધ સમાજના અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

પંચમહાલ :- રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજ્યના નવા મંત્રી મંડળમાં સોશિયલ મીડિયા થકી ભરૂચ જિલ્લા માટે સવારે વાજતે ગાજતે આવેલું મંત્રી પદ બપોરે ગાયબ થયું : સમર્થકો શુભેચ્છાઓ ડીલીટ કરવામાં જોતરાયા.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિ. ના નવા કાર્યાલયનું મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ થયું.

ProudOfGujarat

એમ.ઇ.ટી.સ્કુલ દ્વારા અન્નદાન અભિયાન હેઠળ અન્ન ભેગુ કરાયુ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!