Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.અહેમદ પટેલને શ્રદ્ધાજંલી આપવામાં આવી.

Share

સમગ્ર ભારતનાં રાજકીય ચાણકય અને ગુજરાતનાં પનોતા પુત્ર, કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોના માર્ગદર્શક અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ જાહેર જીવનમાં છેવાડાના વ્યક્તિની ચિંતા કરનાર અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવી તે તેમના જીવનનો મંત્ર હતો.

કોંગ્રેસનાં કપરા સમયમાં “સંકટ મોચન” નાં સ્વર્ગવાસથી જાહેર જીવન રાંક બન્યું છે. કોંગ્રેસ પક્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ કદી ન પુરી શકાય તેવી ખોટ છોડી ગયા છે. હર હંમેશા હસતો ચહેરો, શાંત સ્વભાવનાં આદરણીય અહેમદભાઈ પટેલ કાયમ યાદ રહેશે. પ્રભુ તેમના દિવંગત આત્માને ચીરશાંતિ અર્પે તથા પરીવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દિવંગત આત્માને શ્રદ્ધા સુમન અર્પિત કરી હતી.

જેમાં શહેરા તાલુકા કોંગ્રેસના આગેવાન દુષ્યંત ચૌહાણ તાલુકાનાં કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ, ઈકબાલ પોચા, શહેર પ્રમુખ રિઝવાન પઠાણ, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો ઓડીટર સાજીદ વલી, ગણપત સિંહ, નટવરસિંહ, સમર સિંહ વગેરે હાજર રહ્યા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

પંચમહાલ : ભાજપનાં જુના કાર્યાલયની મુલાકાત લેતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ…

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

ભરૂચમાં દહેજના વડદલા ગામમાંથી લાપતા 6 વર્ષના બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!