કોંગ્રેસ પક્ષનાં ચાણકય ગણાતા અને ગુજરાતનાં પનોતા પુત્ર એવા અહમદભાઇ પટેલનું ગતરોજ દિલ્લીમાં અવસાન થયુ હતું. તેમના અવસાનને પગલે પંચમહાલ જીલ્લા કોંગ્રેસમાં શોકની કાલીમાં છવાઇ ગઈ હતી.
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ અજીતસિંહ ભટ્ટીએ જણાવ્યુ હતુ કે “ગુજરાતના પનોતા પુત્ર, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા, રાજ્ય સભાના સાંસદ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબનાં દુઃખદ અવસાનથી સમગ્ર રાષ્ટ્ર, કોંગ્રેસ પરિવાર, લોકશાહીના મહામુલ્યો માટે કામ કરતા અગ્રગણ્યો, વિવિધ સમાજ, સંસ્થાઓ અને તેમના શુભેચ્છકો – સ્નેહીજનો, પરિવારજનોને ખુબ જ મોટી ખોટ પડી છે. અહેમદભાઈ પટેલ ઇન્સાનિયત, માનવતા, સદભાવના, સમાજસેવાને વરેલા સંનિષ્ઠ આગેવાન હતા. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સાથે હંમેશા તેમનો અનેરો નાતો રહેલ હતો. કોંગ્રેસના તેઓ સન્માનીય નેતા હતા.તેઓ કોંગ્રેસના કપરા સમયમાં પણ સાથે રહ્યા અને વિવિધ હોદ્દાઓ પર પણ રહ્યા. ૧૯૮૭ માં લોકસભાની પેટાચુંટણી વખતે તેઓ ગોધરા આવ્યા હતા. તેઓ તે વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ હતા. કાર્યકરો સાથે પ્રામાણિકતાથી કામ કરવાની ભાવનાને કારણે તેઓ કાર્યકરોમાં લોકચાહના ધરાવતા હતા. ગરીબ, કચડાયેલા વર્ગો, સામાન્ય લોકો પ્રત્યે તેમની ખુબ લાગણી હતી, તેમની પ્રતિભા વિશ્વ કક્ષાએ પહોંચી હતી. તેમના અવસાનથી ખોટ પુરાય તેવી નથી.”
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : ગોધરા સાથે અહેમદ પટેલનો ખાસ નાતો હતો જુઓ તેમની યાદગાર ચુંટણી પ્રચારની તસવીરો.
Advertisement