વિજયસિંહ સોલંકી,શહેરા
ગોધરા શહેરમાં ગતરોજ શેરડી તેમજ કેરી રસની ધમધમતી હાટડીઓ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાત જેટલી દુકાનો મા ચેકીંગ હાથ ધર્યુ હતું,અને અખાદ્ય કેરી રસ ચાસણી સહિતનો જથ્થો નાશ કર્યો હતો.મોડે મોડે જાગેલા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી.ત્યારે તાલુકા મથક ગણાતા એવા શહેરાનગરમાં પણ ઠેરઠેર કેરીરસની હાટડીઓ ખુલી જવા પામી છે.ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે શેરડી-કેરી રસનો આશરો લેતા હોય છે.શહેરાના જાગૃત નાગરિકોમાં એ ચર્ચાનો વિષય બન્યો છે.કે શહેરામાં આવી કેરી શેરડી રસની ધમધમતી હાટડીઓ પર કયારે ચેકીંગ હાથ ધરવામા આવશે.ઘણીવાર આ રસ વેચનારાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી.ત્યારે તેવામા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા શેરડી રસની દૂકાનો પર ચેંકીંગ હાથ ધરવુ જરુરી બન્યુ છે.ગોધરા શહેરમા કેરી રસની હાટડીઓ પર જો ચેકીંગ કરવામા આવતુ હોય તો શહેરા નગરમા પણ ધમધમતી કેરી હાટડીઓ પર ચેકીંગ કરવુ જરુરી બન્યુ છે.શહેરાનગરમા જે હાટડીઓ ખુલી છે.તે વેપારીઓ કેરીનો રસ તાજો રાખે છે.કે પછી મુકી રાખેલો રસ ગ્રાહકોને પધરાવે છે.સાફ સફાઇ રાખે છે ? જે રસમા પાણીનો ઉપયોગ કરવામાઆવે છે.તે પાણી સ્વચ્છ છેકે નહી ? ,અને જે કેરી પાકી હોય છે.તે કાર્બાઇડથી પકવેલી તો નથીને ? જે વેપારીઓ રસની હાટડીઓ ખોલીછે તેમની પાસે લાયસન્સ છેકે નહી ? તેની પણ તપાસ કરવી જરુરી છે,જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકે બીજી બાજુ હાલ શહેરા પંથકમાં લગ્નની મોસમ ચાલી રહી છે.ત્યારે લગ્નમાં પણ કેરીરસ જમણની સાથે પીરસવાનો ટ્રેન્ડ ચાલ્યોછે.ત્યારે તે રસ પણ આવા હાટડીઓ વાળા પાસેથી જ ખરીદવામા આવે છે.માટે તપાસ જરુરી છે.અને શહેરાનગરના જાગૃત નાગરિકોની પણ માંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ગુજરાતના વિવિધ શહેરોમાં કેટલાક શેરડી અને કેરીરસનો વેપલો
કરનારાઓ ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળો રસ આપતા અચકાતા નથી. તેના કારણે ગંભીર રોગોનો શિકાર થઇ શકે છે.૩૧માર્ચે www.proudofgujarat.com વેબ પોર્ટલ દ્રારા પંચમહાલ જિલ્લામાં શેરડી કેરીરસની ધમધમતી હાટડીની તપાસ હાથ ધરવામા આવે તેવો અહેવાલ પ્રકાશિત કરવામા આવ્યો હતો કે પંચમહાલ જિલ્લામાં કેરી શેરડી રસની ધમધમતી હાટડીઓ પર તપાસ હાથ ધરવામા આવે .ત્યારે શહેરા નગરમા ક્યારે કરવામા આવે ? તે જરુરી બન્યું છે.