Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા તાલુકાનાં સદનપુર ગામે કુવામાં પડેલી બે નીલગાયોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લેવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં સદનપુર ગામે આવેલા એક ખેતરનાં કૂવામાં બે નીલગાયો પડી જતા વનવિભાગ અને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના સદનપુર ગામના એક ખેતરમાં કૂવો આવેલો છે. સ્થાનિકોને બે નીલગાય પડેલી જોવા મળી હતી. પોતાનો જીવ બચાવવા આમતેમ કૂવામાં ફરતી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક શહેરા વનવિભાગને જાણ કરવામા આવી હતી. વનવિભાગનાં કર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા કૂવામા પડેલી નીલગાયોને બચાવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. કુવામાં પાણી ભરેલુ હોવાથી નીલગાયોને બહાર કાઢવાનુ કામ સહેલુ ન હતું. વનવિભાગને ભારે જહેમત કરવી પડી હતી. દોરડા અને જાળીની મદદથી તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નીલગાયને બચાવાનું ઓપરેશન કલાકો સુધી ચાલ્યું હતું. આખરે મહેનતનાં અંતે બંને નીલગાયોને પાણીથી ભરેલા કૂવામાંથી બહાર લાવવામાં વનકર્મીઓ અને ગ્રામજનોને સફળતા મળી હતી. નીલગાયો બહાર નીકળતા નજીકનાં સદનપૂરનાં જંગલમા જતી રહી હતી. આમ ગ્રામજનો અને વનવિભાગની મહેનતને કારણે કુવામા પડેલી નીલગાયોનો જીવ બચ્યો હતો.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરની અડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ProudOfGujarat

ભરૂચ દહેજની ફિલાટેક્ષ કંપનીમાંથી “પોલીસ્ટર યાર્ન” નો લાખોનો મુદ્દામાલ સગેવગે કરતી ટોળકીનો એક સાગરીત ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!