જીલ્લાનાં વડામથક ગોધરાની યુવતી રાજવી શાહ ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં ચાલતા હોમ લેન્ડ સિક્યુરીટી એન્કાઉન્ટર ટેરેરિઝમનો (એમ.એ.સી) અભ્યાસ કરે છે. જેમાં તેને ફસ્ટ ક્લાસ વીથ ડિસ્ટ્રીકશન મેળવ્યો છે અને ગોધરા શહેરનું તેમજ પંચમહાલ જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.
રાજવી શાહ જણાવે છે આ આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી એ વિશ્વની એકમાત્ર યુનિવસીટી છે. જે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા પ્રસ્થાપિત કરવામા આવી છે. જેમાં એમ.એ, એમ.સી, એમ.કોમ એમ.બી.એ, જેવા અભ્યાસક્રમો ભણાવામાં આવે છે. રાજવી શાહ હોમ લેન્ડ સિક્યુરીટી કોર્ષ બાબતે વધુમા જણાવે છે. દેશને કેવી રીતે આગળ લાવવો તેમજ કેવી રીતે રક્ષા કરવી. દેશમાં આંતકવાદી ગતિવીધી ચાલી રહી છે. આપણે તેની સામે કેવી રીતે લડવુ તે બધી તાલીમ આપવામા આવે છે. ફોરેસિંક રીલેટેડ કોર્ષ પણ ભણાવામા આવે છે. ક્રાઈમને કેવી રીતે ઓછો કરી શકીએ તેવી ઘણી બાબતો શીખવાડવામાં આવે છે. રાજવી શાહ અને તેમના પરિવારને શુભકામનાઓ પાઠવામાં આવી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી