પંચમહાલ જીલ્લાનાં બજારોમાં હાલ પ્રકાશનાં પર્વ એવા દિવાળીનાં તહેવારને લઇને બજારમાં અવનવા કોડીયાની માંગ વધી રહી છે. ગોધરા શહેરમાં અન્ય રાજ્યોમાંથી કોડીયાઓનો વેપાર કરનારાઓએ ધામા નાખ્યા છે.
હિન્દુ ધર્મનાં મોટા ગણાતા તહેવાર દિવાળીનાં તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. હાલમાં બજારોમાં પણ કોરોનાનાં માહોલની વચ્ચે ભીડ જોવા મળી રહી છે. દિવાળી પ્રકાશનો તહેવાર છે. દિવાઓ વગર દિવાળી અધુરી છે. બજારમાં હાલમાં વિવિધ પ્રકારનાં કોડીયાઓની માંગ વધી છે. ગોધરા શહેરમાં આવેલા રસ્તાઓ પર અન્ય રાજ્યોમાંથી કોડીયાનો વેપાર કરનારા વેપારીઓએ ધામા નાખ્યા છે. બે રૂપિયાથી લઇને ૧૦ રૂપિયાનાં કલાત્મક વિવિધ પ્રકારનાં કોડીયા મળી રહ્યા છે. પહેલાના સમયમાં સાદા કોડીયાની બોલબાલા હતી. હાલમાં અલગ-અલગ અવનવી ડીઝાઈનમાં કોડીયા મળી રહ્યા છે.
ઝારખંડથી આવેલા કોડીયાનો વેપાર કરનાર દયારામભાઈ જણાવે છે, અમે આ કોડીયા અમારે ઘરે તૈયાર કરીએ છે. હાલમાં દિવાળીનાં તહેવારને લઈને ઝારખંડથી અમે કોડીયાનો વેપાર કરીએ છે. બજારમાં લોકો અમારા કોડીયા ખરીદી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી