Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

Share

૪૭૬ લાખથી વધુના ખર્ચે ૧૦,૬૪૫ નળજોડાણ આપનારી ૩૪ યોજનાઓને મંજૂરી
પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ ૪૭૬ લાખથી વધુના ખર્ચે ૧૦,૬૪૫ ઘરોને નળજોડાણ આપતી ૩૪ ગામની યોજનાઓને મંજૂરી આપવા સહિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. આ ૩૪ ગામોમાં ઘોઘંબાના ૭ ગામ, ગોધરા તાલુકાના ૫, શહેરા તાલુકાના ૦૭, મોરવા (હ) તાલુકાના ૦૩, હાલોલ તાલુકાના ૦૯ અને કાલોલ તાલુકાના ૦૩ ગામોનો સમાવેશ થાય છે. નળ સે જળ મિશન હેઠળ જિલ્લાના તમામ ગામોના તમામ ઘરોને ઘરે નળ જોડાણ આપવાને પ્રાથમિકતા અપાઈ રહી છે ત્યારે કલેક્ટરશ્રીએ જિલ્લામાં આ દિશામાં થઈ રહેલી કામગીરી, મંજૂર કરાયેલ યોજનાઓમાં થયેલ પ્રગતિ, કેટલા ગામોમાં સર્વેની સ્થિતિ, ડ્રોપ કરાયેલ યોજનાઓ સહિતની બાબતો અંગે સુક્ષ્મ વિગતો મેળવી હતી. તેમણે મોરવા હડફ વિસ્તાર સહિત જ્યાં નળ જોડાણ ઓછું છે ત્યાં વધુ ધ્યાન આપવા અને જ્યાં લોકફાળાનો પ્રશ્ન નથી ત્યાં કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, આંગણવાડી, પ્રાથમિક શાળા, સી.એચ.સી.-પી.એચ.સી. સહિતના સરકારી સુવિધાઓ આપતા સ્થળોએ પણ નળ જોડાણ સહિતની પાણીની સુવિધા પૂર્ણરૂપે ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કુલ ૧૩૦ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૫,૪૫૦ જેટલા ઘરજોડાણ આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા, વાસ્મોના યુનિટ મેનેજરસુશ્રી મીતાબેન મેવાડા, પાણી પુરવઠા ના.કા.ઈશ્રી કે.કે.બોદર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

મહેમદાવાદ પાસે પીકઅપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

પાલેજ પંથક માં વીજળી નો ત્રાસ વધુ વિકળાળ બન્યો -દિવસ-રાત ગમે ત્યારે વીજળી ડુલ. થઈ જતા નગરજનો પરેશાન

ProudOfGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ વિભાગનું કરાયું ઈ–લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!