શહેરા તાલુકાની કુમાર શાળા ક્લસ્ટર માં આવેલી સલામપુરા પ્રાથમિક શાળામાં 20 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મદદનીશ શિક્ષક જયંતિભાઈ રણછોડભાઈ પટેલ નો વિદાય સમારંભ કોવિદ – 19 ની ગાઈડલાઈને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા વિનોદભાઈ પટેલ, બીટ કેળવણી નિરિક્ષક નાંદરવા સરદારસિંહ વણઝારા, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયેશભાઈ પરમાર, પગાર કેન્દ્ર આચાર્ય અહેમદ પઠાણ, પરીવાર અને જયંતિભાઈનો પરીવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમારે પ્રાસંગીક ઉદબોધનમાં જ્યંતીભાઈની બે દસકાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેઓનું શેષ જીવન તંદુરસ્ત, નિરોગી રહી સમાજ ઉસ્થાન અને સમાજ સેવામાં સમર્પિત રહે તેવી સમગ્ર શિક્ષા અભિયાન શહેરા તરફથી શુભકામનાઓ પાઠવી હતી. શહેરા શિક્ષણ પરીવાર અને શાળા પરિવારે તેમને શાલ ઓઢાળી ગિફ્ટ આપી બુકેથી સન્માનિત કર્યા હતા. સલામપુરા શાળા પરીવારને જ્યંતીભાઈને ખોટ કાયમ રહેશે.
રાજુ સોલંકી:- પંચમહાલ