Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા ૦૯ કેસો નોંધાયા.

Share

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૯ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૬૭૨ થઈ છે. ૧૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૩૩ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૪ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૧ અને હાલોલ શહેરમાંથી ૦૩ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૯૬૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી ૦૨ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૪૨૦ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માત્ર રૂ. 5 હજારની લાંચ અંગે પોલીસ કર્મચારીએ પોતાની સરકારી નોકરીની પરવા ન કરી જાણો ક્યાં અને કેવી રીતે સફળ ACB ની ટ્રેપ ગોઠવાઈ.

ProudOfGujarat

રિલાયન્સ જિયો 4G કનેક્ટિવિટી દ્વારા લદ્દાખ અને ભારતના લગભગ દરેક ખૂણે પહોંચશે.

ProudOfGujarat

પાવાગઢમાં આઠમે બે લાખથી વધુ માઈભક્તો ઉમટયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!