વર્તમાન સમયે શાળા સલામતીના ભાગરૂપે શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી અંતર્ગત ફાયર સેફટીને ધ્યાનમાં રાખી 244 પ્રાથમિક શાળાઓમાં રીફીલિંગની કામગીરી વર્તમાન સમયે કાર્યરત છે. ધોરણ 1 થી 5 ની શાળાઓમાં વોટર ટાઈપ CO2 બોટલ 9 લીટર વજનમાં આવે છે. જેના વડે લાકડું, પેપર, પ્લાસ્ટિક અને ઓફિસમાં યુઝની આગ નિયંત્રણ કરી શકાય છે, ABC પાવડર કેમિકલ ફોર્મ અને DCP ડ્રાય કેમિકલ પાવડર બંને બોટલ 10 કોલોગ્રામ વજનમાં આવે છે તેનાથી પેપર, પ્લાસ્ટિક, લાકડું, ઓઈલ, રબર ફોર્મ, પેઈન્ટ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કેરોસીન, કેમિકલ, એલ.પી.જી. અને ઈલેક્ટ્રિસિટી શોર્ટ સર્કિટથી લાગતી આગને સમય મર્યાદામાં નિયંત્રણ કરી મોટી ઘટનાઓ કે આફતોને રોકી બાળકો અને શિક્ષણ પરીવારની સલામતી રાખી શકાય છે. વિજાપુર પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમાર સી.આર.સી.દલાવાડા, સી.આર.સી.ખોજલવાસા અને સી.આર.સી.નવી વાડી, આચાર્ય મુકેશપુરી ગોસ્વામી અને શાળા પરિવારની સાથે રૂબરૂ હાજર રહી ફાયર સેફટીનો ડેમો કરી આગને નિયંત્રણ કરી હતી. તમામ શાળાઓના શિક્ષકોને સ્થળ પર આગ નિયંત્રણ કરવાનો ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવે છે. શહેરા તાલુકાના તમામ બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેની સાથે સાથે તેમની સલામતીની ચિંતા સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા સતત કરવામાં આવે છે. સ્વસ્થ, સલામત અને તંદુરસ્ત રહી બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે એ જ અમારો દ્રઢ સંકલ્પ છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓ હવે ફાયર સેફટીથી સજજ બનશે.
Advertisement