Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે ગૌવશનું મીની કતલખાનુ ઝડપાયુ, પોલીસે ગૌમાંસનો ૧૫૦કિલો જથ્થો ઝપ્ત કર્યો,

Share

મોરવા હડફ, ગોધરા

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામના એક મકાનમાં ધમધમતુ કતલખાનુ પોલીસે રેડ કરી ઝડપી પાડ્યુ હતુ.અને ત્યા મોટા જથ્થામાં ગાયના માંસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.મોરવા પોલીસ ગાયોની કતલ કરીને તેના માંસની હેરાફેરી કેટલાક ગોધરાના શખ્શો દ્રારા કરવાની બાતમીને આધારે નાટાપુરના એક મકાનમાં રેડ પાડી હતી.પણ પોલીસની રેડ પડતા સાત જેટલા કસાઇઓ ત્યાથીફરાર થઇગયા હતા.પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનૂસાર મોરવા હડફના નાટાપુર ગામે મસ્જીદ પાસે રહેતો ઈસ્માઈલ ઉર્ફ ઈબ્રાહીમ શિવા રહે.નાટાપુર તા.મોરવા હડફ ના ધરમા ગાયોનુ કતલ કરી તેના માંસના જથ્થાને ગોધરા તરફ લઈ જનાર છે. તે બાતમીને આધારે મોરવા હડફ પોલીસે વેનેટરી ડોકટર જે.વી.પટેલને સાથે રાખી બાતમીવાળા મકાનમાં રેડ પાડી હતી.જ્યા ઇબ્રાહીમ શિવાના ખુલ્લા ઘરમાં ઝડતી કરતા ગાયનું માથુ,પાસંળીઓ, ચામંડુ કાન,બે શીંગડા સાથેનું માથુ.પુછડી પગ ગાયનું હાડપીંજર માંસના ટુકડો,તેમજ માંસનો ૧૫૦ કિલો જથ્થો મળી આવ્યો હતો. અને સંડોવાયેલ આરોપીઓ સામે પશુ સરંક્ષણ સુધારા અધિ ૨૦૧૭ ની કલમનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા કસાઇઓને પકડી પાડવાના ચક્રો પણ પોલીસે કર્યા છે.

Advertisement

ફરાર થયેલ ઇસમોના નામ
(૧) ઇસ્માઇલ ઉર્ફ (ભીખો) ઈબ્રાહીમ શિવા રહે, નાટાપુર,તા મોરવા હડફ
(૨) ફારુક મજીદ, રહે, નાટાપુર, તા મોરવા હડફ
(૩)મંહમદ ઉર્ફ ડેડૂ રહે નાટાપુર, તા મોરવા હડફ
(૪) લાલો હકીમ, રહે મૂસ્લિમ બી સોસાયટી,ગોધરા
(૫)મોબીન હયાત,રહે ઈદગાહ ગોન્દ્રા,ગોધરા
(૬)શબ્બીર બદામ ,રહે GEBસામે, ગોધરા
(૭)તૈયબ થાનકી ,રહે ગૃહયા મહોલ્લા ,ગોધરા


Share

Related posts

ભરૂચનાં નન્નુમિયા નાળાની દીવાલ ધરાશાય : પાલીકામાં વિપક્ષી સભ્યોની રજુઆત છતાં પરિણામ શૂન્ય : સમસાદ અલી સૈયદ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ – નારેશ્વર રોડ અતિ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન…

ProudOfGujarat

ભરૂચ ટોલ ટેક્સ ઓથોરિટી ની તાનશાહી અને આપ ખુદદારી સામે ટોલ ટેક્સ પર નોકરી કરતા કર્મચારીઓએ બાયો ચઢાવી વિરોધ પ્રદશન કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!