વિજયસિંહ સોલંકી , પાવાગઢ ( પંચમહાલ)
પંચમહાલ જીલ્લામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે ગુજરાત રાજ્ય સહિતભારતભરમાથી શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે હાલમા ચૈત્રી નવરાત્રી ના કારણે મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ આવી રહ્યા હતા.ત્યારે પાવાગઢ જવાના રસ્તા ઉપર કિન્નરો દ્વારા રોકીને પૈસા પડાવતા હોવાને કારણે માઈ ભક્તોમા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે કોઈ જાગૃત નાગરિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામા આવતા પોલીસે છ જેટલા કિન્નરોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પ્રાપ્તવિગતો અનુસાર પંચમહાલ જીલ્લાનુ પ્રસિધ્ધયાત્રાધામ એવા પાવાગઢ ખાતે આવેલુ છે.અહી મોટી લાખોનીસંખ્યામા માઈભકતો મા મહાકાલી ના શિશુઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે.ત્યારે પાવાગઢથી માંચી જવાના રસ્તાઉપર માઈભકતો ચાલીને જતા હોય છે ત્યારે કેટલાક કિન્નરો પણ ત્યા આવીને ઉભા રહે છે અને પૈસા માંગતા હોય છે.કેટલાકભક્તો આનાકાની કર્યા વગર પૈસા આપી દે છે.પણ કેટલાક કિન્નરો બળજબરીથી રુપિયાપડાવતા હોય છે. ત્યારે પાવાગઢ ખાતે આવી રીતે એક કિન્નરોના ટોળાએ પૈસા બળજબરીથી માંગવાનુ શરુ કર્યું હતું. આ અંગે એક જાગૃત નાગરિકે પાવાગઢ પોલીસને જાણ કરી હતી તેનાકારણે પોલીસ દ્વારા તાબડતોબ પહોચી બળજબરી પુર્વકપૈસા પડાવતા કિન્નરો ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે,