ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી ડૉ.વિનોદ રાવ સાહેબના નવતર અભિગમ અંતર્ગત વર્ષ 2019 થી સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓના ધો.5 ના ગુજરાતી, ગણિત અને સૌની આસપાસ વિષયના 80 % , 6 અને 7 ના ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયના પરીક્ષાના 75 % કરતાં વધુ ગુણાંકન ધરાવતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2019-20 ના શહેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ – 5 ના 151, ધોરણ – 6 ના 55 અને ધોરણ – 7 ના 62 મળીને કુલ 268 વિદ્યાર્થીઓને શહેરા તાલુકાના શિક્ષકો અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ કોવિડ – 19 ની તમામ પ્રકારની ગાઈડલાઈન મુજબ પ્રમાણપત્રો અને બેઝ આપી સન્માનિત કરવામાં આવ્યા.
ખોજલવાસા ક્લસ્ટરમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.જ્યપાલસિંહ બારીઆ અને પગાર કેન્દ્ર આચાર્ય રામાભાઈ પાટીદારે વિદ્યાર્થીઓના ઘરે જઈને બેઝ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. બી.આર.સી.શહેરાએ વધુમાં જણાવ્યું કે આગામી વર્ષમાં વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ મળે તે માટે શહેરા શિક્ષણ પરીવારને માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરા સતત પ્રયત્નો કરતા રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી