Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમાં કોંગ્રેસ અગ્રણીઓની ઘોઘંબા તાલુકાનાં સીમલીયા ખાતે બેઠક મળી.

Share

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના સીમલીયા જીલ્લા પંચાયતની બેઠકની કોંગ્રેસ અગ્રણીઓની બેઠક મળી હતી. જેમા આગામી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને જરૂરી ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા સાહેબના આદેશ પ્રમાણે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જિલ્લા સીમલીયા પંચાયતની બેઠક સીમલીયા ખાતે કોંગ્રેસ આગેવાનોની મીટીંગ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઇ પક્ષની રણનીતિ કાર્યક્રમો સભ્ય નોંધણી જેવી બાબતોના અમલ માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં પ્રદેશમંત્રી નિરીક્ષક રફિકભાઈ તિજોરીવાલા ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર, આદિજાતિ મોરચાના પ્રમુખ ગુલસિંહ રાઠવા, સાજીદ વલી, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર તેજેન્દ્ર પઢીયાર, સંજય સોલંકી, કનુભાઈ રાઠવા, બકા ભાઈ જશવંતભાઈ ચાવડા, રમેશભાઈ રાઠવા, ભવનસિંહભાઈ વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ,રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેત્રંગ : ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરાઇ.

ProudOfGujarat

પંચકોષી ઉત્તરાવાહિની નર્મદા પરીક્રમાનો આજથી પ્રારંભ થયો

ProudOfGujarat

વાગરા : પત્રકાર પર દેશદ્રોહનાં કેસ મુદ્દે પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદન પાઠવી ન્યાયિક તપાસ કરવા માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!