Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકાનાં આચાર્યોની ડીઝીટલ તાલીમ યોજાઈ.

Share

શહેરા તાલુકાની 50 સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની ડીઝીટલ તાલીમ વર્કશોપ સરકારી વિનયન કોલેજ કાંકરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ બી.એસ.પંચાલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ. વી.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને અને સરકારી વિનયન કોલૅજના આચાર્ય ડૉ.વિપુલ ભાવસાર અતિથિ વિશેષના સાનિધ્યમાં યોજાઈ. વર્તમાન સમયે માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા શિક્ષણ આપવું મહત્વનું અંગ બની ગયું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 279 જેટલા શિક્ષકો અને આચાર્યો વગેરે વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને શહેરા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 12336 જેટલા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠ ટેકનોલોજીના માર્ગદર્શન સાથે શિક્ષણ મળે તે હેતુથી આ ડીઝીટલ તાલીમ આપવામાં કરવામાં આવી હતી. આગામી તારીખ 8 અને 9 તાલુકાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા કક્ષાએ જ શિક્ષકોને સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા તૈયાર કરેલ ટેકનોલોજી માસ્ટર તજજ્ઞો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી છેવાડાના બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે દરેક બાળકોને શિક્ષણ મળે તે ખૂબ મહત્વનું છે. પ્રત્યેક વ્યક્તિ ટેકનોલોજીના ક્ષેત્રે પ્રગતિ કરી સારું શિક્ષણ અને સફળતા મેળવી શકે છે.

સરકારી વિનયન કોલેજના આચાર્ય ડૉ.વિપુલ ભાવસારે જણાવ્યું કે કોરોના મહામારીના સમયે બાળકોના શિક્ષણ માટે ડીઝીટલ શિક્ષણ જ અસરકારક ઉપાય છે. જેના માટે પ્રથમ આપણે તૈયાર થઈ બાળકોને ઉત્તમ માર્ગદર્શન આપવું જોઈએ. આ ડીઝીટલ વર્કશોપમાં ગોવિંદ મહેરાએ માઈક્રોસોફ્ટ ટીમ એપના માધ્યમથી ટીમ એક્ટીવ કરવી, લિંક બનાવવી, શેરિંગ કરવી, ફોટો, વીડિયો અને સ્ક્રીન શેર, અસાઈમેન્ટ આપવા અને લેવા, વાઈટ બોર્ડ, ઈ-કન્ટેન્ટ, ટેક્સબૂક અને ગુગલ ફોર્મ કેવી રીતે બનાવવું, સર્ટિફિકેટ કેવી રીતે અપલોડ કરી મેળવવું અને ગુણ કેવી રીતે આપવા વગેરે સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. દિપક પંચાલે ગુગલ વર્ડ, ગુગલ સ્પ્રેડ શીટ, ગુગલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન અને અન્ય ટેક્નિકલ ઇન્ફોર્મેશન આપી હતી. જેમાં વિવિધ ટુલ્સ સંદર્ભે સમજાવતા ગુજરાતી ઈન્ડિક ભાષામાં કેવી રીતે લખવું, કલર એડ કરવા, ફોટો એડ કરવા, લખાણને લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાય કેવી કરવું, બોલ્ડ, ઈટાલિક અને અંડર લાઈન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડને એનિમેશન આપવું વગેરે બાબતે ઉત્કૃષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું.જ્યપાલસિંહ બારીઆએ સમગ્ર ડીઝીટલ તાલીમનું સંચાલન કરીને સૌને પ્રેરણા પુરી પાડી હતી.

બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારે તમામ આચાર્યો ટેકનોલોજી સંદર્ભે વિશેષ માર્ગદર્શન મેળવી વધુમાં વધુ બાળકોને માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસમાં જોડે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં આ ટેક્નોસેવી આચાર્યો દ્વારા શહેરા તાલુકાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને વધુ ટેકનોલોજીનું માર્ગદર્શન મળે તે હેતુથી તાલીમ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિકસતા વિશ્વમાં શહેરા તાલુકાના તમામ શિક્ષકો અને બાળકો ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી અગ્રેસર રહી ખૂબ પ્રગતિ કરે તેવા પ્રયત્નો કરી શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ અને શહેરા શિક્ષણ પરીવાર પ્રયત્નશીલ રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કાલોલના સરકારી ગોડાઉનમાં ઓડીટ દરમિયાન અનાજની બોરીઓની ઘટ આવતા કૌભાંડની આંશકા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

ProudOfGujarat

ગોધરા:ભામૈયા થી પરવડી બાયપાસ બનનારા નવીન રોડ માટે શીમલા ગેરેજ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દુર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!